ગુજરાતી ભોજન

આજે જયારે ગુજરાતી વાનગી ની વાત કરું છું ત્યારે ખાસ એ કહેવાનું કે અમારે રસોડામાં અમુક મસાલા હોય જ .વર્ષ દરમ્યાન વપરાતા મસાલા ખુબ કાળજીપૂર્વક સીઝન આવે ત્યારે ઘરે બનાવીને ભરી લેવામાં આવે.

જેમકે હળદર , ધાણાજીરું , લાલ મરચું ,હિંગ ,રાઇ ,સુકી મેથી ,આખા સુકા મરચા,કોકમ જે રોજ બરોજ ની રસોઈ માં ઉપયોગી થાય .હળદર ઘરે ધોઈને ઘંટીમાં દળાવીને ભરીએ .ધાણાજીરું,હિંગ જેવા મસાલા ઘરે મિક્સર માં દળીને ને ભરી લઈએ . મરચાની માર્કેટમાં જઈને ઉત્તમ મરચા પસંદ કરીને દળાવીને ભરીએ .

છાશમાં શેકેલું જીરૂનો પાઉડર બનાવીને નાંખીએ .આખું જીરું પહોળા વાસણમાં શેકી લઈએ . ઠંડું થાય એટલે તેનો મિક્સરમાં પાઉડર કરીને ભરી લઈએ.

ગુજરાતીને ત્યાં ગોળ તો હોય જ .ગોળ વગર તેનું ગાડું ચાલે નહી .ગોળ નો ઉપયોગ કરીને કેટલી બધી વાનગીઓ બને ….શિયાળામાં સુખડી , રાબ,ઘઉંના લોટનો શીરો ,લાપસી ………

ઘરમાં જુદી જુદી જાતની દાળ અને કઠોળ તો હોય.તુવેરની દાળ,ચણાની દાળ ,અડદની દાળ ,મગની ફોતરા વગરની દાળ ,મગ ના ફાડા.કઠોળમાં મુખ્યત્વે ચણા .મગ ,મઠ,ચોળી,કાબુલી ચણા (સફેદ મોટા ચણા),વાલ,વગેરે . અમુક નક્કી દિવસમાં કઠોળનું સ્થાન રસોઈમાં પાક્કું હોય જ

અમારે ત્યાં સામાન્ય રીતે ઘઉંનો , બાજરાનો ,ચણાનો અને ઢોકળાનો લોટ હોય છે .

ઘઉં ના લોટ માંથી ભાખરી , પરોઠા , રોટલી , પૂરી , થેપલા જેવી વાનગી ઓં બને છે . આ ઉપરાંત તેમાંથી મીઠાઈ માં લાપસી , લાડવા, ગોળપાપડી બને છે .

ચણા ના લોટ માંથી અમે ઘણા ફરસાણ બનાવીએ છીએ  જેમકે ગાંઠિયા, સેવ , ચોરાફળી ,ખાંડવી , ખમણ ઢોકળા, ભજીયા,પુડલા વગેરે જેવી વાનગીઓં બને છે .આ ઉપરાંત મીઠાઈ માં મોહનથાળ , મગજ ના લાડુ ,મોતીચૂર ના લડ્ડુ ,બુંદી , શીરો બનાવી શકાય.

બાજરાના લોટમાંથી સામાન્ય રીતે રોટલા તો બને . આ ઉપરાંત ઢેબરા , મુઠીયા બનાવીએ તેમાં વાપરીએ , ઠંડી ના દિવસો માં લસણ નાંખી ને રોટલો બનાવીએ .

ઢોકળા નો લોટ બનાવવા ખીચડીમાં વપરાતાચોખા ,અડદની દાળ,ચણાની દાળ ,મિક્સ કરીને બનાવીએ .તેમાં ૪/૧/૧ નું માપ લઈને લોટ તૈયાર કરીએ છીએ . ઢોકળાનો લોટ ઘરમાં હોય ઢોકળા , હાંડવો , ઘારવડા બનાવી શકાય .

ગુજરાતીઓને જમ્યા પછી છાશતો જોઈએ જ .જમ્યા પછી છાશ પીવાની જે ટેવ છે તેની પાછળ પણ વિજ્ઞાન છુપાયેલું છે .છાશ પીવાથી પાચન ની ક્રિયા બહુ સારી રીતે થાય છે .

અમે સાત આઠ દિવસની દુધની મલાઈ ભેગી કરીને જમાવીએ ત્યારે સરસ મજાનું માખણ મળે .આ માખણને રોજના વપરાશ માટે પણ લઈએ અને તેમાંથી ઘી પણ બનાવીને ભરી લઈએ . માખણ કાઢી લીધા પછી બાકી રહેતી છાશના પણ અનેક ઉપયોગ કરીએ. તેમાંથી કઢી સરસ બને .આ છાશનો ઉપયોગ ઢોકળાનો આથો લાવવા માટે કરીએ . ખાંડવી બનાવવા માટે પણ આ છાશ વાપરી શકાય .આ છાશમાં શેકેલું જીરું અને મીઠું નાંખીને પીવાની પણ મજા લઈએ . આમ અમે અમારા ઘરમાં બનતી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરીને કરકસર કરી લઈએ .

આમ ઘર માં ફરસાણ , મીઠાઈ બનાવવી સાવ સહેલી લાગે . થોડું આયોજન હોય તો ૧૦ થી ૧૫ માણસ માટે જમવાનું સહેલું થઇ જાય.

મારે ત્યાં મહેમાન આવે ત્યારે ઘરની વાનગી જમાડતા  મને બહુ આનંદ આવે છે અને જમનાર પણ ખુશ થાય છે.


 

Gujarati Kitchen

In general, Gujarati cuisine is vegetarian. Keep your seat belts fastened, as we have a huge range of dishes to enjoy.

The masalas (spices) one should keep handy while cooking Gujarati food (these go for most Indian cuisine too) are

  • Turmeric
  •  Dhaana Jiru powder (which is a mix of powdered cumin and coriander seeds)
  • Red chili powder
  • Asafoetida powder (commonly called Hing )
  • Brown mustard seeds
  • Cumin seeds
  • Fenugreek seeds
  • dried red chillies

The unique and quintessential ingredient in Gujarati cuisine is Jaggery,since we love a bit of sweet taste in everything 😉 .. To note is that Jaggery is super healthy and is way less purified than white sugar so don’t worry while adding it.

We also use a lot of different flour for cooking different kinds of ‘breads’. Wheat , Bajri (Pearl millet), Gram flour and Dhokala flour are the must haves.

All the dishes ranging from snacks to curries to desserts can be easy prepared at home. So cook for all you can! =)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s