મેથી ની વડી

સામગ્રી :      

 •       મેથી
 •       આદુ મરચા અને લસણ ની પેસ્ટ
 •       સફેદ તલ
 •       ધાણાજીરું
 •       હળદર
 •       લાલ મરચું
 •       ઘઉં નો કરકરો  (જાડો ) લોટ
 •       બાજરા નો લોટ
 •       ચણાનોલોટ
 •        તેલ
 •        ખાંડ
 •       હિંગ
 •       સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત :

સૌ પ્રથમ મેથી ને ધોઈ ને સુધારો . હવે એક લોયામાં  ૫ (પાંચ) ચમચી તેલ ગરમ કરવા મુકો . તેલ ગરમ થાય એટલે જરા હિંગ નાંખી મેથી નાંખો .  હવે તેમાં ૧ ચમચી હળદર , ૧ ચમચી લાલ મરચુ, ૩ ચમચી ધાણાજીરું , ૩ ચમચી આદુ મરચા અને લસણ ની પેસ્ટ, ૩ ચમચી                સફેદ તલ , ૪ ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું નાંખી ગેસ બંધ કરો .

મોટા અને પહોળા વાસણમાં ૩ વાટકી ઘઉંનો લોટ ,૧ વાટકી બાજરાનો લોટ ,અડધી વાટકી ચણાનો લોટ લ્યો . ઠંડું થયેલું મેથીનું  મિશ્રણ લોટમાં નાંખો.એકદમ મિલાવો .જરૂર જણાય તો ૧ ચમચી તેલ નાંખો.હવે એકદમ થોડું પાણી લઇ હાથ માં પૂરી જેવડું લુંવું લઇ હાથ ની મદદ થી વડી  બનાવો .

૮ -૧૦ વડી  તૈયાર થાય એટલે લોયામાં  તેલ ગરમ કરવા મુકો.ગરમ તેલમાં આ વડી  તળવા માટે નાંખો .

શરુઆતમાં ગેસ વધુ રાખ્યા બાદ ગેસ ધીમો કરવો.કથ્થઈ રંગ ની  થશે એટલે કરકરી વડી  તૈયાર થશે.

ખાસ ધ્યાન એ રાખવું કે વડી કડક થવી જોઈએ .IMG_9017

પંદર દિવસ સુધી આ વડી સ્વાદમાં તાજી લાગે છે એટલે દૂર રહેતા આપણા સગા વ્હાલા ને બનાવી ને મોકલાવી શકાય છે .  નાસ્તા માં વડી  ગરમ ચા સાથે ખાવાની મજા આવે છે.


Methi ni Vadi (Fenugreek Biscuits)

Ingredients:   

 •     Fresh green fenugreek
 •     Garlic, green chili and ginger paste
 •     White sesame
 •     Spices: Cumin-coriander powder (dhana-jiru), turmeric, red chili powder,asafoetida
 •      Whole wheat floor
 •      Bajri (Pearl millet) flour
 •       Besan (Gram flour)
 •       Oil
 •       Sugar, salt

Method: 

First of all, wash the methi leaves and cut it. In a pan, put about 5 spoons oil. Once the oil is heated, put a pinch of asafoetida and then add the methi. Now put 1 spoon turmeric, 1 spoon red chili, 3 spoons cumin-coriander powder, 3 spoons of the garlic, green chili and ginger paste, 3 spoons sesame seeds, 4 spoons sugar and salt. Mix everything well and turn off the flame.

In a big broad vessel take about 3 cups of thick wheat flour, 1 cup bajri flour and half cup gram flour. Once the methi mix cools down, add it to the flour and mix it well. If needed, put a spoonful oil. Now just take a little water in the hand and then take a small lump of the flour mix and then make a small round biscuit with your hands.

Once 8-10 of them are made, put some oil in a pan and heat it. Then fry these in batches. Once the color of these becomes a bit brown, take them off the pan. Remember, these must be crunchy and not soft, so make sure they are cooked enough.IMG_9013

These taste good until 15 days so one could make these and send to friends and family staying abroad. I send it to my daughters studying far far away. 🙂

So make some tea along with these and have a nice break!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s