કચોરી

આજે  આપણે  કચોરીની રીત  વિષે વાત કરવાના છીએ. તે ચાર – પાંચ દિવસ સુધી                    સ્વાદમાં સરસ રહે છે . એટલે એક દિવસ બનાવો અને એની ચાર-પાંચ દિવસ સુધી                     મજા લ્યો .

પહેલા સામગ્રી ના લીસ્ટ પર ધ્યાન કરી લઈએ.

 •             ૨૫૦ ગ્રામ મેંદાનો લોટ
 •             ૫૦ ગ્રામ ચણાનો લોટ
 •             બે ચમચી તલ
 •             પાંચ નંગ લવિંગ
 •             પાંચ નંગ તજ
 •             દસ નંગ આખા મરી
 •             પાંચ નંગ સુકા લાલ મરચા
 •             એક ચમચી વરિયાળી
 •             એક ચમચો આખા ધાણા
 •             બે ચમચી આદુ મરચાની પેસ્ટ
 •             બે ચમચી દળેલી ખાંડ
 •             સ્વાદ અનુસાર મીઠું
 •             એક લીંબુનો રસ
 •              તેલ

 1.       લોટ બાંધવા માટે  પહેલા મેંદાનો લોટ એક વાસણ માં લઈએ તેમાં જરૂર પૂરતું મીઠું , ૪          ચમચી તેલ નાંખી થોડું થોડું પાણી લઇ બહુ કઠણ નહી તેવો લોટ બાંધીએ.
 2.       એક કડાઈમાં એક ચમચી તેલ મૂકી ચણાના લોટને એકદમ ધીમા તાપે શેકો.
 3.       લોટનો રંગ થોડો લાલાશ પડતો થાય એટલે ગેસ  બંધ કરો .
 4.       લોટને એક પ્લેટમાં કાઢી કડાઈમાં તલ, લવિંગ, તજ ,મરી ,સુકા લાલ મરચા ,આખા               ધાણા ને કોરા ધીમે તાપે શેકી લો .
 5.       પાંચ – સાત મીનીટ શેકી લ્યો.
 6.      શેકાયેલો મસાલો ઠંડો  થાય એટલે  તેનો બારીક ભૂકો કરીને શેકાયેલા  ચણાના લોટમાં              મિલાવી દ્યો .
 7.      હવે આ પુરણમાં વરિયાળી , દળેલી ખાંડ , આદુ મરચાની પેસ્ટ ,સ્વાદ અનુસાર મીઠું ,            એક લીંબુનો  રસ નાંખી મિલાવી લ્યો .
 8.      પુરણ એકદમ કોરું તૈયાર થઇ ગયું.
 9.      લોટ  બાંધેલો છે તેમાંથી એક રોટલીના લુવા જેટલું લુંવું લઇ પૂરી જેવું વણી લ્યો.
 10.      તેમાં એક ચમચી પુરણ ભરી એકદમ બંધ કરી વેલનની મદદથી પૂરી જેટલું વણો.
 11.      હવે એક લોયામાં તેલ ગરમ કરવા મુકો .
 12.      આમ તૈયાર થયેલી કચોરીને ગરમ થયેલા તેલમાં નાંખી દો .એકદમ પુરીની જેમ કચોરી      ફુલી જશે .ધીમા તાપે કડક થાય ત્યાં સુધી તળો .IMG_8118
 13.      તૈયાર થયેલી કચોરી  આમલી ખજૂરની ચટણી , લીલી ચટણી અને જીણી સેવ સાથે                પીરસો .IMG_8130

જોઈને જ ખાવાનું મન થઇ જશે .……….તમે પણ બનાવીને તમારો અનુભવ જણાવો 


Kachori

Kachori is a favorite Indian snack.  Once you make it, it stays well atleast for about 4-5 days. 

Here is the ingredients list:

 •             250gm refined wheat flour (maida)
 •             50gm gram flour (besan)
 •             2 spoons sesame seeds
 •             Spices: 5 pieces clove, 5 cinnamon sticks, 10 black pepper, 5 dry red chilies, 1 big spoon of coriander seeds
 •             1 spoon fennel seeds (variyali)
 •             2 spoons ginger-chili paste
 •            2 spoons powdered sugar
 •            salt
 •            1 lemon
 •             oil

  Method:

 • Preparing the dough 
 1. Take the flour in a vessel and add salt, about 4 spoons oil and then add water slowly and knead a tough dough.
 2.  In a frying pan, put about 1 spoon oil and then heat it. Then add the gram flour and let it cook at a low flame for sometime.
 3.  When the color turns a bit red, take the flour off the pan.
 4.  Then roast the sesame seeds, cloves, cinnamon sticks, pepper, dry chili, cumin seeds in the pan for about 5-7 minutes.
 5.  Once the roasted spices have cooled down, grind them finely and then add them to the gram flour.
 6.  Now add fennel seeds, sugar, ginger-chili paste, salt and lemon juice in the gram flour mix.  Masala is ready now.
 7.   From the dough, take about a small lump and then roll it into a circle.
 8.  Then add a spoon of masala and then fold the edges and then  roll it out finally to a circle.
 9.  Now heat some oil in a frying pan.
 10. Put the prepared kachoris for frying. They will bloat into a more sphere like shape once they fry. Fry them on a low flame until they have hardened. IMG_8118
 11.   Serve the kachori with tamarind-dates chutney, green chutney and a handful of fine Sev.  (Tip: You can put a small hole in the kachori and let the chutney inside.. :))IMG_8130

Super delicious snack! Try them out.. 🙂 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s