મિક્સદાળના ઢોકળા

સામાન્ય રીતે નાના છોકરાઓને બધી દાળ ભાવતી ન  હોય તો થોડી અલગ રીતે આપણે વાનગી બનાવીને પીરસવાથી  તે ખુશ થઈને ખાય છે. આજે આપણે મિક્સદાળના  ઢોકળા બનાવવાના છે તો થોડી તૈયારી કરીએ .

સામગ્રી :

 • ૧ નાની વાટકી ચણાની દાળ
 • ૧ નાની વાટકી અડદની દાળ
 • ૧ નાની વાટકી મગની ફોતરા વાળી દાળ
 • ૧ મગની છડી દાળ ( પીળી દાળ)
 • ૩ ચમચી તેલ
 • વઘાર માટે રાઇ,જીરું , લીમડો ,લીલા મરચા ,લાલ સુકા મરચા, હિંગ , તલ
 • સ્વાદ અનુસાર મીઠું
 • ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
 • અડધી ચમચી હળદર
 • થોડી જીણી સમારેલી કોથમરી

 1. ઢોકળા જ્યારે બનાવવા હોય ત્યારે અગાઉ આઠ કલાક પહેલા  દાળ ને પલાળી લેવી
 2. બધી દાળ ને જુદી પલાળવી .
 3. સામાન્ય રીતે બે કલાકમાં દાળ સરસ રીતે પલળી જાય .
 4. દાળ ને નીતારી મિક્ષર્ માં સાથે પીસી લેવી
 5. પીસતી વખતે થોડી છાશ , સ્વાદ અનુસાર મીઠું નાંખવું .
 6. પીસાય ગયા બાદ પા (૧/૪)ચમચી ખાવાનો સોડા નાંખવો .
 7. ૫ થી ૬ કલાક માં આથો આવી જશે .
 8. હવે ખીરામાં હિંગ અને આદુ મરચાની પેસ્ટ નાંખી હલાવી લો.
 9. યાદ રાખો કે મીઠું નાંખ્યું છે .
 10. ઢોકળા ઉતારવા માટેના વાસણ માં પાણી નાંખી ગરમ કરવા મુકો .
 11. ઢોકળાની  થાળીમાં જરા  તેલ  લગાડીને  ખીરું પાથરીને મૂકી  દો .
 12. ૫ મીનીટબાદ ચેક કરવા માટે થાળીમાં છરી થી કાપો કરશો તો  છરી કોરી રહે તો સમજવું કે          ઢોકળા તૈયાર છે .
 13. તૈયાર થઇ ગયા હોય તો ગેસ બંધ કરી દ્યો .
 14. ઢોકળાની થાળીમાં કાપા કરી લો . એકદમ નરમ ઢોકળા બન્યા છે.IMG_8372

 15. વઘાર માટે એક પહોળા વાસણમાં ૩ ચમચી તેલ મુકો.
 16. તેલમાં રાઇ ,જીરું ,લાલ મરચા  નાંખો .
 17. તેલ ગરમ થાય એટલે હિંગ નાંખી લીલા મરચા ,લીમડો નાંખી ઢોકળા વઘારી દ્યો.
 18. ઉપર થી જરા હળદર, તલ  છાંટો .
 19. ગરમા ગરમ ઢોકળા  લસણ ની ચટણી સાથે લાજવાબ  લાગે છે.IMG_8417
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s