ખજુર પૂરી

ખજુર કુદરતી રીતે જ મીઠાશથી ભરપુર છે.  આ ખજુર પ્રોટીન ,વિટામિન્સ અને મીનરલ્સથી ભરેલી છે. ખજુર લેવાથી પાચન ક્રિયા સુધરે છે, આંખોનું તેજ વધે છે . તો  પછી …..હવે વિચારો નહી .આ ખજૂરથી મળતા  ફાયદાઓ લેવા માટે એક સરસ વાનગી બનાવીએ .આ વાનગીનો રોજ ઉપયોગ કરીએ .

વાનગીની વાત આવે એટલે સામગ્રીની વાત આવે બરાબર ને ..

 • ૫૦૦ ગ્રામ ખજુર  (રસ વાળી અને નરમ ખજુર )
 • ૧૫૦ ગ્રામ માવો
 • ૧૦૦ ગ્રામ બદામ, પીસ્તા અને કાજુ
 • ૧ ચમચી એલચી નો ભૂકો
 • ૧૦૦ ગ્રામ ટોપરા નું ખમણ
 • ૧ ચમચો ઘી

 1. એક લોયામાં ઘી ગરમ કરવા મુકો.
 2. તેમાં પીસ્તા,બદામ અને કાજુને ધીમા તાપે તળો .
 3. brown કલરના થાય ત્યાં સુધી તળો .
 4. લોયામાંથી સુકોમેવો નીતારીને કાઢી લો.
 5. ખજૂરના ઠળિયા કાઢી લો.
 6. ઘી વાળા લોયામાં જ ખજુર નાંખીને હલાવો .
 7. ખજુર એકદમ એકરસ થાય એટલે તેમાં માવો ઉમેરી દો .
 8. ધીમા તાપે હલાવતા રહો માવો અને ખજુર મળીને કઠણ થાય ત્યાં સુધી હલાવતા રહો .
 9. કઠણ થાય એટલે ગેસ બંધ કરી દો .
 10. સુકામેવા ને  અધકચરો પીસી લો .
 11. ખજુર અને માવાના મિશ્રણમાં એલચી , સુકોમેવો અને ટોપરાનું ખમણ( સજાવટ માટે થોડું ટોપરાનું ખમણ અને સુકોમેવો કાઢી લેવા) નાંખી દો .
 12. એકદમ મિલાવી હાથે થી નાની પૂરી બનાવો .
 13. બધી પૂરી વાળી લઈએ પછી થોડી  પૂરી ને સુકામેવાથી અને થોડી  પુરીને ટોપરાના ખમણ થી સજાવો

વાહ વાહ શું સરસ દેખાય છે …જલ્દીથી મો માં મૂકી દઈએ . પૂરી માં વચ્ચે સુકોમેવો આવે એટલે ઔર મજા આવે


Khajoor (Dates) Puri

Dates contain lots of natural sugar. And they are good source of Proteins, Vitamins and Minerals. They also are beneficial for the digestive system and are good for improving our eye sights too.

So let’s prepare a simple and amazing dessert out of them. Here’s a list of the things you need:

 • 500gm Dates (soft and juicy ones if you can)
 • 150gm Maava (condensed milk solid)
 • 100gm mix of almonds, pistachio and cashews
 • 1 spoon cardamom powder
 • 100gm coconut flakes
 • 1 ladle (serving spoon) Ghee
 1. Heat the ghee in a large vessel.
 2. Fry the dry-fruits(almonds, pistachio and cashews) at a low flame.
 3. Fry them until they turn slightly brown in color. After that, take them out of the vessel.
 4. Remove the seeds from the dates.
 5. Now add them to the same vessel in which we fried the dry fruits.
 6. Let them heat and become softer and smoother.
 7. Once they are smooth enough, add the Maava inside.
 8. Keep stirring them on low heat until they have mixed well and hardened a bit.
 9. Once they have hardened, turn off the gas.
 10. Crush the dry fruits to a course level, and not too fine.
 11. Now add the cardamom powder, and some of the dry fruits and coconut flakes (we meant save a bit of both for garnishing later! =) ) in the Dates paste.
 12. Mix everything super well and then prepare small Pooris out of them. Well any shape you like to, basically. We prepared them to a thin spheroid shape.
 13. Final garnishing step: take out the hidden dry-fruits and coconut flakes and spoon them on to the prepared shapes.

They taste heavenly! You have to make them to know that!

bon appetit, my people! 🙂

IMG_8758 IMG_8771

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s