લીલા વટાણાના ઘૂઘરા

ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે આપણું મન  રસોઈ શું બનાવવી તેનો વિચાર કરવા માંડે . બરાબર ને ….મીઠાઈ અને ફરસાણ માં શું બનાવવું એ ઘણી વખત કઈ ઋતુ ચાલે છે એના આધારે પણ નક્કી કરી શકાય . શિયાળામાં લીલા વટાણા બહુ સરસ મળે . એટલે એનો ઉપયોગ કરીને કોઈ ફરસાણ બનાવાનું વિચારીએ તો લીલા વટાણાના ઘૂઘરા બહુ સ્વાદિષ્ટ બને .   તો ચાલો આપણે મળીને બનાવીએ …

ઘૂઘરા બનાવવા શું જોઈએ એ જરા ઘરમાંથી એકઠું કરી લઈએ .

 • ૨૫૦ ગ્રામ મેંદા નો લોટ
 • ૧૫૦ ગ્રામ લીલા વટાણા
 • ૨ નંગ ડુંગળી
 • ૩ ચમચી આદુ અને મરચા ની પેસ્ટ
 • ૧ ચમચી ગરમ મસાલો
 • ૨ ચમચી ખાંડ
 • ૧ લીંબુ નો રસ
 • સ્વાદ અનુસાર મીઠું
 • તેલ

સામગ્રી હાજર છે તો બનાવીએ

 1.        મેંદા ના લોટ માં ૩ ચમચા તેલ નાંખી ધીમે ધીમે પાણી નાંખી લોટ કઠણ બાંધો .
 2.        વટાણા ને અધકચરા વાટી લો .
 3.         ડુંગળીને ઝીણી સમારી લો.
 4.         એક ચમચી તેલ લોયામાં મૂકી તેલ ગરમ કરવા મુકો .
 5.         તેમાં જરા રાય નાંખી ડુંગળી નાંખો .
 6.         ૨ થી ૩ મીનીટ ડુંગળીને સાંતળી લો.
 7.         હવે તેમાં વટાણા નાંખી ૫ મીનીટ રાખો એને થોડું હલાવતા રહો
 8.         હવે ગેસ બંધ કરો
 9.        ઠંડું થાય એટલે તેમાં આદુ અને મરચા ની પેસ્ટ ,ગરમ મસાલો ,ખાંડ ,લીંબુ નો રસ .મીઠું નાંખી મિલાવો .જો પુરણ ઢીલું થઇ ગયું હોય એમ લાગે તો કોરા પૌવા નાંખી શકાય .IMG_8852
 10.        પુરણ તૈયાર છે એટલે પૂરી જેવડું લુંવું લઇ પૂરી વણો .તેમાં પુરણ ભરી પુરીની બંને બાજુને જરા પાણી વાળો હાથ કરી ચોટાડી દો
 11.        ઘૂઘરાના મોલ્ડ તૈયાર મળે છે તેનાથી પણ તેની બોર્ડર બનાવી શકાય પણ અહી મેં હાથે થી કાંગરી જેવી બોર્ડર બનાવી છે .
 12.        વાળેલા ઘૂઘરા બાજુ પર રાખતા જાવ
 13.        તેલ ગરમ કરવા મુકો .
 14.        ગરમ તેલમાં ઘૂઘરા નાંખી  તેને થોડા brown રંગના થાય ત્યાં સુધી તળો .

આ ઘૂઘરા લીલી ચટણી અને ટમેટાના સોસ સાથે પીરસો .IMG_8878


Green Peas Ghughra

Today’s recipe is a very popular snack, which can be prepared in a variety of flavors. In the time of the year when green peas are in abundance, we can prepare ghughra with green peas stuffing.

They are a delight in taste and everyone loves them, from kids to elderly. So let’s learn the details.

List of ingredients:

 • 250gm Maida Flour (Refined Wheat Flour)
 • 150gm green peas
 • 2 onions
 • 3 spoons ginger-green chili paste
 • 1 spoon garam masala
 • a pinch of mustard seeds
 • 2 spoons sugar
 • juice of 1 lemon
 • salt
 • oil for frying

Method:

 1.      Put about 3 big spoons of oil in the flour and adding water little by little prepare a tough dough.
 2.     Grind the green peas coarsely.
 3.     Cut the onions finely.
 4.      In a pan, put 1 spoon of oil and heat it.
 5.      Once it is heated, add some mustard seeds and then add onions
 6.      Let the onions fry for about 2-3 minutes.
 7.      Now add the green peas and let them cook for about 5 minutes. Keep stirring when needed so that they don’t stick on the bottom. Then turn off the gas.
 8.    Once it has cooled down a bit, add the ginger-green chili paste, garam masala, sugar, lemon juice and salt and mix everything.  Tip: If the stuffing is a bit too loose, you can add some parched rice and make it in order. 😀    IMG_8852
 9.    Now take a small lump of the dough and roll out a circle with a rolling pin. Now add some stuffing on top of the rolled dough, and then comes the tricky part. To fold everything nicely. So take a bit of water on your fingertips and then just wet the edges of the rolled dough so that they become easy to stick and then join the ends.
 10.   You can be creative and make some nice edge shapes, I made a design that is quite popular for this recipe. 😉
 11.   Once a few of the ghughra as we name it, are filled and folded, you can start to fry them in parallel.    
 12.   Fry them until they turn light brown in color.

They go well with green chutney and ketchup or any other flavor of your favorite chutney. 🙂

IMG_8878

Enjoy the tasty snack!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s