બટેટાની સુકીભાજી

આજની આ વાનગી  ગુજરાતીમાં સર્વ પ્રિય છે. દરેક સીઝનમાં બટેટા મળી રહે એ એક કારણ ,બીજું નાના અને મોટા બધી ઉંમરના લોકોને  આ શાક પ્રિય છે. એટલે  આ શાક હોય તો બધાને મજા પડે . અમારે  ત્યાં હાઇવે  પરના  રેસ્ટોરન્ટમાં પણ આ  શાક મહત્વનું મનાય છે .મારે આજે આ શાક બનાવવાની ઈચ્છા છે .ચાલો કરીએ શરૂઆત ……..

જરૂરી સામગ્રી  ઘરમાં જ સહેલાઈ થી મળી રહેશે .

૨૫૦ ગ્રામ બટેટા

૧ નંગ ટમેટું ,૨ લીલા મરચા, લીમડો , કોથમરી , ૧ નંગ લીંબુ ,નાનો ટુકડો આદું

સુકા મસાલામાં  ૧/૨  ચમચી હળદર , ૧ ચમચી  ધાણાજીરું , ૧/૨ ચમચી  લાલ મરચું ,૧/૨ ચમચી આખું જીરું , ૧/૨ ચમચી રાઇ ,૧/૪ ચમચી હિંગ ,સ્વાદ અનુસાર મીઠું ,૧ ચમચી ખાંડ

૩  ચમચી  તેલ


 •          બટેટા ને ધોઈને બાફવા મૂકી દો .
 •          બાફેલા બટેટાની છાલ ઉતારી તેના ટુકડા કરી લો .
 •           ટમેટાને, મરચાને  ધોઈને સુધારી લો.આદુને ધોઈને ખમણી લો .
 •           લીમડો ધોઈને રાખી દો .
 •            એક પહોળા વાસણમાં ૩  ચમચી તેલ  મૂકી ગરમ કરવા મુકો .
 •             તેમાં રાઇ, જીરું નાંખી ગરમ  થવા દો .
 •             હિંગ નાંખી લીમડો ,ટમેટા,મરચા અને ખમણેલું આદુ નાંખી છીબુ (plate) ઢાંકી દો .પાંચ મીનીટ રહેવા દો .
 •             તેમાં હળદર ,ધાણાજીરું ,મરચું ,મીઠું નાંખી હલાવો .
 •             બે મીનીટ પછી તેમાં બટેટા નાંખો .બરાબર મિલાવો.
 •             છેલ્લે તેમાં ખાંડ , અડધું લીંબુ નો રસ ,કોથમરી નાંખીને પીરસો IMG_9480
 •             આ શાક રોટલી , થેપલા ,પરોઠા સાથે ખાવાની મજા પડે છે .

બટેટાની સુકીભાજી હજુ બીજી બે રીતે બની શકે છે અને તેનો સ્વાદ પણ અનેરો હોય છે ,પણ આજે તો આટલું  જ. બીજી રીત વિષે ફરી ક્યારેક વાત કરશું . તમે પણ આ રીત માં થોડો ઘણો ફેરફાર કરીને પણ બનાવાનો આનંદ લઇ શકો છો .જેમ કે શિયાળા માં લસણ અથવા લીલી મેથી નાંખીને પણ બનાવી શકાય .

તો ચાલો…….  તમારા હાથની કરામત અને પ્રેમ ઉમેરીને સરસ વાનગી બનાવીને બધાના મન જીતી લો .


Dry Potato curry

(*Curry is too generic a word, we need another nicer word.. let me think..while we prepare..)

We find potatoes in the market almost the entire year which is one of the reasons why this recipe is quite popular. We have dry potato recipes through the entire world I guess, it would be fun to try them all to know about the local cuisines at different places.

Since dry vegetable curry is easy to carry without fearing spills and also as this one stays well for atleast an entire day even in Summer, it is a favorite travel companion for us. Let’s begin:

Ingredients:

 • 250gm Potatoes
 • 1 tomato
 • 2 green chilies (medium sizes)
 • some Curry leaves (See I told ya it’s too generic a word.. ;)), some coriander leaves
 • 1 lemon
 • small piece ginger
 • 3 spoons oil

Dry spices:

 • 1/2 spoon turmeric
 • 1 spoon cumin-coriander powder
 • 1/2 spoon red chili powder
 • 1/2 spoon cumin seeds
 • 1/2 spoon brown mustard seeds
 • a pinch of hing (asafoetida)
 • salt to taste , 1 spoon sugar

 1.   Wash the potatoes and boil them.
 2.   Peel off the skin from the boiled potatoes and then cut them in medium size pieces.
 3.  Wash the tomatoes, chilies and ginger and then grate them all.
 4.  Wash the curry leaves and put them aside.
 5.  In a broad vessel, put 3 spoons of oil and heat it.
 6.  Then put the brown mustard seeds and cumin seeds and let them heat too.
 7.   Now add a pinch of asafoetida, tomato-chili-ginger paste and then cover the vessel with a lid and let it cook for about 5 minutes.
 8. Now add turmeric, cumin-coriander powder, red chili powder and salt and mix well.
 9. After about 2 minutes, add the potatoes. Mix well again.
 10. In the end, add some sugar, 1/2 lemon juice and coriander leaves and serve.IMG_9480

The vegetable goes well with chapati, thepla, paratha.

We can prepare dry curry in another different style but we talk about it some other day. One can add some garlic during winter or even green methi (fenugreek) leaves in this recipe and it is great too.

Put some magic from your hands and love from your heart and prepare something nice for everyone..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s