ફણગાવેલા કઠોળની ભેળ

આપણે આપણા રોજબરોજ ના જમવાના timetable માં કઠોળને બહુ મહત્વનું સ્થાન આપીએ છીએ .પ્રોટીનથી ભરપુર કઠોળએ શાકાહારી માટે  કુદરતની અનોખી ભેટ છે. જયારે આ કઠોળને ફણગાવીને ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તો એની ભોજનની ગુણવત્તા અનેક ગણી  વધી જાય છે .ફણગાવેલા કઠોળ ખાવાથી પેટ ભરાય જાય છે ,તેનાથી ખુબ શક્તિ મળે છે ઉપરાંત વજન વધવાથી બચાવે છે .

રાંધ્યા વગરનો ખોરાકમાં ખોરાકના  બધાં જ ગુણ જળવાય રહે છે બલ્કી ગુણોમાં  અનેક ગણો વધારો કરે છે .આવી સુંદર કુદરતી ભેટ ધરાવતા કઠોળનો ઉપયોગ કરીને ભેળ બનાવીએ …

ચાલો વસ્તુઓનું લીસ્ટ બનાવી લઈએ

 • ૧ વાટકી મગ
 • ૧ વાટકી ચણા
 • ૧ વાટકી મઠ
 • ૧ વાટકી સિંગદાણા
 • ૧ નંગ કાચી કેરી
 • ૧ નંગ ડુંગળી
 • ૧૦૦ ગ્રામ જીણી સેવ
 • ૨ ચમચી ફોદીના વાળી લીલી ચટણી
 • લાલ મરચું
 • ધાણાજીરું
 • સ્વાદ અનુસાર સંચળ પાઉડર
 • લીલી કોથમરી

આપણે ૨૪ કલાક  પહેલા  કઠોળ અને સિંગદાણાને અલગ પલાળી દઈએ. દસ કલાક માં સરસ પલળી ગયા બાદ તેને નીતારી અને પાતળા કપડામાં બાંધી દેશું .

બધાં ને જુદા જુદા બાંધીએ. પંદર કલાક બાદ તેને ખોલીને જોશું તો મોટા કોટા ફુટેલા જોવા મળશે.

કાચી કેરી , ડુંગળી ને એકદમ જીણી સુધારી લઈએ.

કોથમરી ને ધોઈને  જીણી સુધારી લઈએ .

હવે જોઈએ તેટલી ભેળ તૈયાર કરીએ. IMG_9350

એક મોટા તપેલા માં (પહોળું અને ઊંડું  વાસણ માં) એક ચમચો મગ ,ચણા ,મઠ અને સીંગ દાણાલો.

તેમાં કાચી કેરી ,ડુંગળી ,૧ ચમચી ધાણાજીરું ,સ્વાદ પ્રમાણે લાલ મરચાનોપાઉડર , સંચળ પાઉડર અને લીલી ચટણી  નાંખીને એકદમ મિલાવો.

પીરસતી વખતે જીણી સેવ ,કોથમરી છાંટી ને આપો.IMG_9375

સવારે નાસ્તામાં અથવા બપોરે જમવામાં ઉપયોગ કરીને તમારી તંદુરસ્તીમાં વધારો કરો.

આ ભેળ ખુબ જ સ્વાદિષ્ટ છે .જેથી તમને વારંવાર ખાવાનું મન થશે એટલે ફણગાવેલા કઠોળ ને ફ્રીઝમાં મૂકી રાખો અને મન થાય ત્યારે બનાવીને ઉપયોગ કરો.


Sprouted Pulses Mix (Bhel) 

Pulses are important ingredients in our diet.They are a rich source of proteins. Sprouting is a very healthy cooking process, so we shall prepare a mix (bhel as we call it Gujarati/Hindi) of some sprouted pulses today.

Required stuff:

 • 1 cup mung beans
 • 1 cup gram beans
 • 1 cup moth beans
 • 1 cup ground-nuts
 • 1 raw mango
 • 1 onion
 • 100gm fine Sev
 • 1 spoons green chutney (with mint (pudina))
 • Red chili powder
 • Cumin-cardamom powder
 • Rock salt
 • Coriander leaves

The procedure begins a day before you want to eat them. We shall soak in water all the pulses (mung, gram and moth) and the peanuts in separate vessels for 10 hours. After that, we will take them out and then wrap individual pulses in a thin cotton cloth for about 15 hours. After that, you can see that they have sprouted well! 🙂

So now, the rest of the ingredients to be made ready.

Cut the raw mango and the onions to fine pieces. Chop the coriander too.

IMG_9350

In a broad and deep vessel, put about a serving spoon amount of the pulses and the peanuts.

Then add raw mango, onions, one spoon cumin-coriander powder, pinch of rock salt and green chutney and mix well.

While serving, add Sev and coriander on top.

Prepare servings as needed. 🙂 The sprouted beans can be refrigerated for a few days so don’t worry. 
IMG_9375

This is a very good dish for breakfast or during lunch too.

Super healthy and tasty dish. Go ahead and make it!

Advertisements

One thought on “ફણગાવેલા કઠોળની ભેળ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s