પાતરા

અળવીના લીલાછમ્મ પણ જોઈ ને મન લોભાઈ ગયું .અરે !!! લોભાઈ ગયું શું . હું તો  એને ખરીદી ને ઘરે જ લઇ આવી . અરે ……   આ પાનનો ઉપયોગ કરી ને  કેવી મસ્ત વાનગી બને  આજે તો તમને જણાવી જ દઉં .

આજે તો એવી એક વાનગીની વાત કરવી છે કે જે સ્વાદિષ્ટ તો છે જ, પણ આપણા મન ને એક સાથે ખારો, મીઠો , તીખો સ્વાદ આપે છે એટલે કે ચટપટા સ્વાદ વાળી આ વાનગીનું નામ છે ”પાતરા”

પાતરા બનાવવા શું જોઈએ એ જરા જોઈ લઈએ .

  • ૧૦ નંગ અળવીના પાન
  • ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  • ૧ ચમચો મકાઈ નો લોટ
  • ૪ ચમચી આદુમરચાની પેસ્ટ
  • ૪ ચમચી ખાંડ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી હિંગ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧ લીંબુ
  • ૨ ચમચી તેલ
  • વઘાર માટે  ૩ ચમચા તેલ , રાઇ ,આખું  જીરું , તલ ,લીમડો , લીલા મરચાના ટુકડા , થોડી કોથમરી ,હિંગ

  1. પહેલા અળવીના પાનને ધોઈને સાફ કરી લઈએ .IMG_9711
  2. તેની લાંબી દાંડી  અને નસ જે દેખાય છે તે કાપી લઈએ .
  3. હવે પાનને  કોરા કરી લઈએ
  4. એક પહોળા વાસણમાં ચણાનો લોટ અને મકાઈનો  લોટ લઈએ .
  5. તેમાં  આદુ મરચાની પેસ્ટ ,ખાંડ ,હળદર ,લાલમરચું ,ગરમ મસાલો ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ ,૧ લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને  ખીરું  તૈયાર કરો .IMG_9725
  6. હવે એક સપાટ વસ્તુ પર પાન ને ગોઠવી તેના પર ખીરું લગાવો. ફરી તેના પર બીજું પાન પાથરી ખીરું લગાવો. ફરી એના પર ત્રીજું પાન લગાવી ખીરું લગાવી પાનને વાળતા જાવ અને ખીરું લગાવતા જાવ અને રોલ બનાવો .IMG_9730
  7. આમ દરેક વખતે કરી રોલ તૈયાર કરો .
  8. આ બધાં રોલને  બાફવા મુકો .IMG_9749
  9. ધીમા તાપે અડધી કલાકમાં પાતરા સરસ ચઢી જશે .
  10. ઠંડા થાય એટલે પાતરાને  કાપી લો IMG_9784
  11. વઘાર માટે પહોળા વાસણમાં તેલ મુકો. તેમાં રાઇ-જીરું નાંખો ,લીમડો અને હિંગ નાંખી પાતરાને વઘારી લો. તેના પર સફેદ તલ, કાપેલા  મરચા, કોથમરી નાંખીને ખજુર અને આમલીની ચટણી સાથે પીરસો. IMG_9816

ઘણા લોકોને કડક પાતરા ખાવાની મજા આવે છે તો તેમને પાતરા  તળીને પણ  પીરસી શકાય

ચાલો વરસાદ ની મોસમમાં  કૈક નવું ચટપટું બનાવી ખાવાનો અને ખવડાવવાનો આનંદ લઈએ…


Paatra

We have a lot of recipes that involve gram flour and either frying/steaming processes. Paatra is a recipe where we use special leaves (colocosia) , coat them with gram flour batter and then steam them until they are cooked. Then we occasionally do a tadka to make them nicely flavored. It is a must-eat recipe from Gujarat, so let’s learn how to make it.

Ingredients: 

  • ~10 colocasia leaves (alvi na paan)
  • 250 gm gram flour
  • 1  serving spoon (ladle) maize flour
  • 4 spoons ginger chili paste
  • Spices: 1/2 spoon turmeric, 1 spoon red chili powder, 1 spoon garam masala , 1/2 spoon hing (asafoetida), salt
  • 1 lemon
  • 2 spoons oil,4 spoons sugar
  • For tadka: 3 spoons oil, some brown mustard seeds, , cumin seeds, curry leaves, a pinch of asafoetida 
  • Garnishing: About 1-2 spoons sesame seeds, some coriander leaves, green chili pieces

    Technique:

  1. Let’s wash the leaves first. Then cut the stems off. IMG_9711
  2. Let the leaves dry.
  3. In the meanwhile, in a vessel, take the gram flour and the maize flour.
  4. Add all the spices and the ginger-green chili paste and then add some water and prepare a batter. IMG_9725
  5. Take a flat plate and then spread the batter on a leaf. Put another leaf on top of that and add the batter on the next one.Repeat it one more time. Now start to roll the leaves together and keep adding batter as a glue. IMG_9730
  6. Prepare such rolls until all the leaves are used.
  7. Now time to cook them through steam. In low flame, they will be cooked well in about half an hour.
    IMG_9749
  8. Afterwards, cool them and once cooled, slice the rolls.IMG_9784
  9. Now time for tadka. In a broad vessel, add oil and let it heat. Once heated, add the rest of the tadka ingredients (cumin seeds, mustard seeds, curry leaves, asafoetida). Then add the paatra inside and mix them well.
  10. Garnish them with green chilies, sesame seeds and coriander. Relish them with your favorite chutney. We generally use tamarind-dates chutney which is a bit sweetish. IMG_9816

Some people prefer crispy paatra in which case one can fry them. But definitely the healthy version is the less oil one.

Enjoy the monsoon with some tangy food!

Leave a comment