ખજુર ની કટલેટ

શિયાળામાં શક્તિ મેળવવા ગુજરાતીઓ વિવિધ રીત અજમાવતા હોય છે . ગરમા ગરમ સુખડી , જુદી જુદી પ્રકારના હલવા, ચ્યવનપ્રાશ , અડદિયા ,ચીક્કી .  આહાહા !!!! આ બધી વાનગીઓ આરોગીને આખા વર્ષ માટે શક્તિ મેળવીને તરોતાજા થઇ જવાય . આજે આપણે કુદરતી  મીઠાશથી ભરપુર એવી ખજુર નો ઉપયોગ કરીને એક વાનગી બનાવવાના છીએ .

ખજૂરના ગુણ અપરંપાર છે . દરેક વખતે વિચાર કરીએ ત્યારે એના નવા ગુણ વિશેની જાણકારી મળે . એટલે એના પ્રત્યે વધુ પ્રેમ આવે . કુદરતી શક્તિવર્ધક એવી આ ખજુર આપણને કેન્સર થી બચાવે છે, stroke જેવી બીમારીથી  દૂર રાખે છે , ખરતા વાળ અટકાવે છે … તો ચાલો એના ગુણગાન ગાઈને એનો ઉપયોગ કરીએ..

નાનું એવું સામગ્રીનું લીસ્ટ છે તે જોઈ લઈએ

 • ૨૫૦  રસ વાળી બી  કાઢેલી કાળી ખજુર
 • ૧૦૦ ગ્રામ પીસ્તા , બદામ અને કાજુ
 • ૩ ચમચી ઘી
 • ૧ ચમચી એલચી પાઉડર

 1.  પીસ્તા, બદામ અને કાજુના નાના ટુકડા કરી લઈએ .
 2.   એક પેનમાં ઘી મૂકી  ગરમ કરવા મુકો .
 3.   એકદમ ધીમા તાપે આ સુકા મેવાને તળી લઈએ .
 4.   સુકા મેવાને કાઢી પેનમાં રહેલા ઘી માં ખજુર નાંખી દો .
 5.    ખજૂરને હલાવતા રહો .
 6.    ખજુર એકદમ ગળી જાય એટલે ગેસ બંધ કરી દો .
 7.    તેમાં એલચી પાઉડર અને તળેલો સુકો મેવો નાંખી દો .
 8.    ઠંડું થાય એટલે કટલેટના શેઈપ માં વાળી લો.IMG_3644
 9.      હવે એક ડબ્બામાં ભરી લો .
 10.      ખાતી વખતે તળેલો સુકો મેવો સ્વાદમાં બહુ સરસ લાગે છે .
 11.      આઠ દસ દિવસ સુધી જ્યારેપણ ખાશો તાજી બનાવેલી હોય એવી જ નરમ  લાગશે .

ચાલો તમે ક્યારે બનાવો છો ? હું તો દૂર રહેતી મારી દીકરીને મોકલવાની મીઠાઈ હોય તો આજ વાનગી પસંદ કરું. તમે પણ કોઈ કારણ હોય કે ન હોય, આજે આ ખજુર ની કટલેટ બનાવો . ઘરના લોકોને ખુશ કરી દો .


 

Khajoor (Dates) cutlets

Among the dishes for staying healthy and strong in Winter, we have Sukhdi, varieties of Halwa, Chyawanprash, Chikki, and Adadiya. These dishes help one stay healthy through natural ingredients. Today we will prepare a dish from dates. Dates are super nutritious. They help reduce hairfall, can even aid in preventing diseases like stroke and cancer when consumed in required amount.

On a date with Dates,then :

 • 250gm Dates (seeds removed)
 • 100gm Pistachio, Almonds, Cashewnuts
 • 1 spoon Cardamom powder
 • 3 spoons Ghee (optionally, butter)

 1.  Chop the pistachio, almonds and cashewnuts to small pieces.
 2.  In a pan, start to heat ghee.
 3. In a low flame, saute the dry fruits pieces.
 4. Take them out of the pan, and now add the dates to the ghee.
 5. Keep stirring the dates so they heat up uniformly and don’t stick to the pan bottom.
 6.  When the dates become a more or less uniform fluid, turn off the heat.
 7. Add cardamom powder and then the dry fruits.
 8. Once it’s cooled down, mold them in your favorite shapes.

IMG_3644

Sweet dates and crunchy dry fruits are a delight to eat and they stay soft days after their preparation. Whenever I send a parcel to my daughters living away from home, I always prepare a bunch of these and slide them in.

Enjoy! =) 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s