ખમણ ઢોકળા

ચણાના લોટમાંથી ગુજરાતીઓ ઘણી બધી વાનગીઓ બનાવે . ફરસાણ ,  મિષ્ટાન અને શાક પણ આ લોટ માંથી બની શકે ..ચણાનો લોટ સ્વાસ્થ્ય માટે ઘણો ઉપકારી છે . તેના ઉપયોગ થી વજન ઘટે  છે. તે પ્રોટીનથી ભરપુર છે. ડાયાબીટીસ જેવા રોગમાં ,હૃદય ની મુશ્કેલીવાળા લોકો  આ લોટની વાનગી પ્રેમ થી આરોગી  શકે છે .

રોજ સવારે નાસ્તા માટે શું બનાવવું ??? ભાખરી ,પરોઠા, ઉપમા, પૌવા , ફણગાવેલા કઠોળની ભેળ…કેટલું અઘરું છે,નક્કી કરવું નહી ?કોઈ નક્કી કરી આપે તો કામ ઘણું સહેલું થઇ જાય  .આજે આપણે બહુ જાણીતી અને સર્વપ્રિય એવી વાનગીની વાત કરીશું .

અરે ..તમે વિચાર્યું કે મેં કહ્યું એ લીસ્ટમાં બહુ જાણીતા ઢોકળાનું નામ રહી ગયું છે…એ  કેવી રીતે રહી જાય .આટલી ભાવતી અને પછી પૌષ્ટિક વાનગી તો બનાવવી જ પડે ને .

એક નજર સામગ્રીના લીસ્ટ પર…

 • ૫૦૦ ગ્રામ ચણાનો લોટ..
 • ૨૫૦ મિલી . છાશ
 • આદુ મરચાની પેસ્ટ
 • સાજીના ફૂલ
 • હળદર
 • સ્વાદ અનુસાર મીઠું
 • વઘાર માટે તેલ , રાઇ , સુકા લાલ મરચા ,મીઠો લીમડો , હિંગ ,જીણા સુધારેલા મરચા ને કોથમરી,૨ ચમચી ખાંડ

જયારે બનાવવા હોય ત્યારે આઠ થી દસ કલાક પહેલા ચણાના  લોટમાં છાશ અને ગરમ પાણી નાંખી ઢાંકીને રાખી     દો.  આઠ થી દસ કલાકમાં સરસ આથો આવી જશે .

 1. આ ખીરામાં આદુ મરચાની પેસ્ટ ,મીઠું,હળદર,અડધી ચમચી સાજીના ફૂલ નાંખી ખુબ હલાવો .
 2. એક પહોળા વાસણમાં પાણી નાંખી ગરમ કરવા મુકો
 3. એક ખાલી થાળી લઇ તેમાં પહેલા તેલ લગાડી ખીરું રેડી દો.
 4. આ થાળીને મોટા વાસણમાં મૂકી ઉપર ઢાકી દો .
 5. દસ થી બાર મીનીટમાં ઢોકળાની થાળી તૈયાર .
 6. થાળીમાં છરી વડે કાપા કરી લો.એક મોટા વાસણ મા ૩ ચમચા તેલ મૂકી તેમાં રાઇ, જીરું ,લીમડો અને હિંગ નાંખી ઢોકળા નાંખો .
 7. ખાંડ ,મરચા ,કોથમરી નાંખી એકદમ મિલાવો .
 8. આ ઢોકળા લીલી ચટણી ,લાલ મરચાની ચટણી સાથે પીરસો.

khaman


Khaman Dhokla

People in Gujarat use Besan (Gram Flour) in a variety of dishes, whether it is snacks, desserts or curries. Gram flour is healthy and is a good type of food to consider for weight reduction. It is full of protein and folks with heart condition and diabetes can also have this without worrying.

When bored with the usual breakfast dishes of Bhakhri, Paratha, Upma, Poha, Sprouts.. this one is a good variety.. It is a well known favorite among our part of the world.

Grab the following:

 • 500gms Gram Flour
 • 250ml Buttermilk
 • Ginger- green chilies paste
 • a pinch of Soda bicarb (Sodium Bicarbonate)
 • Turmeric
 • Salt
 • For Tadka (sauté), a pinch of oil, brown mustard seeds, red chilies (dried), hing (asafoetida), curry leaves, finely chopped green chilies and coriander leaves, 2 spoons sugar.

 

About 8-10 hours prior to when intending to have Dhokla, mix Gram Flour and Buttermilk with warm water, close the mouth of the container, and leave them to ferment.  After the required time, a good fermentation of the mix would occur (in mostly warm weather conditions, in cooler weather more time might be needed, and it might also be a good idea to add some weight on the lid to keep the container tightly shut)

 1. In the fermented mix, add ginger-green chilies paste, salt, turmeric, and half spoon of baking agent (soda bicarb). Mix rigorously.
 2. Now its time to bake the Dhokla. We first take a broad vessel (usually aluminium), add water in it and heat it.
 3. Now take a plate (steel preferred) , grease it with a little bit of oil, and then pour the gram flour mix.
 4. Immerse  the plate in the broad vessel, keeping some base container so water doesn’t go in the plate, and then put a lid on the big vessel and let it cook by steam.
 5. In about 10-12 minutes, the mix would have cooked. Check it with a knife, if it comes out clean, its done, else keep it slightly longer.
 6. Take the hot plate out carefully and cut out cubes.
 7.  The final step consists of Tadka (sauté) . In a slightly deep pan, take about 3 big spoons of oil and heat it. Once the oil is hot, add hing, mustard, cumin seeds, curry leaves and then finally all the dhokla cubes.
 8. Then add sugar, green chilies and coriander and mix everything well.

khaman

Enjoy these with your favorite chutney!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s