કાજુનો મેસુબ

જન્માષ્ટમી નો તહેવાર ઘણા બધાં તહેવારોનો સમૂહ છે.કૃષ્ણ જન્મ ના દિવસે આપણને  કૈક નવું બનાવવાનું મન થાય , તો ચાલો ……આપણે આજે કાજુમાંથી મેસુબ બનાવીએ .

આ વાનગી ફરાળી છે એટલે કોઈ પણ વ્રત કરતા હોય એને પણ પીરસી શકાય .

સામગ્રી :

 •  ૧૦૦  ગ્રામ કાજુ
 •  ૧૨૫  ગ્રામ ઘી
 •   ૯૦   ગ્રામ ખાંડ
 •   ૫  નંગ એલચી

બનાવવાની રીત :

 1.    પહેલા કાજુને કડાઈમાં નાંખી  ધીમે તાપે કોરા શેકી લ્યો.
 2.    થોડી વારે ઠંડા થાય એટલે તેનો બારીક  ભૂકો કરી લ્યો .
 3.    હવે એક કડાઈમાં ખાંડ નાંખી ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી તેની એક તારની ચાસણી બનાવો .
 4.    બીજી બાજુ ધીમા તાપે ઘી ગરમ કરવા મુકો.
 5.    ચાસણી થાય એટલે તેમાં કાજુનો ભૂકો નાંખી હલાવો .
 6.    બીજા હાથે ગરમ થયેલું ઘી થોડું થોડું રેડતા જાવ .
 7.    ઘી નાંખતા તેમાં સરસ જારી પડશે.
 8.    ઘી નાંખવાનું ત્યારે બંધ કરો જયારે તેમાંથી ઘી છુટું પડે .
 9.   તેમાં એલચી નો ભૂકો નાંખી એક થાળીમાં ઢાળી દ્યો.malai mesub-4

કેવી સરસ જારી પડી છે!!!! સ્વાદ પણ અદભુત છે .

તો ચાલો તમે પણ ઝટપટ મેસુબ  બનાવી તહેવારના દિવસને અનોખી રીતે ઉજવો .


Cashewnut Mesoob (Kaaju no Mesoob)

Let us prepare a sweet on the occasion of Janmashtmi (festival to celebrate Krishna’s birth).

Ingredients:

 •  100gm Cashews
 •  125 gm Ghee
 •   90 gms Sugar
 •   5 pieces cardamom

Technique:

 1.    Roast cashews on a pan at  low flame.
 2.    Once they cool down, crush them to a fine powder.
 3.    Now take sugar in a pan and add  water until the sugar just submerges. Heat the mix until you get a one strand consistency. (i.e. take a bit of mix between your index finger and thumb and when you move your finger away from the thumb you should find a single strand being stretched)
 4.   On the other side, start to heat Ghee at low flame.
 5.   Once the sugar is boiled as require, add cashewnut powder and keep mixing.
 6.    With the other hand, add hot ghee slowly.
 7.    Ghee gives a nice pattern on the entire mix.
 8.    Stop adding Ghee when it starts to come out from the mix.
 9.   Add cardamom powder and mix it well with the rest and then spread the mix on a plate. You can mark squares with a knife and then cube them out once the mix has cooled down. malai mesub-4

This is a quick and delicious sweet. Do try it out!

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s