પાઉંભાજી

શિયાળામાં આવતા તાજા શાકભાજી જોઈને ખરીદવાનું મન થઇ જાય અને ઘરના બધાં સભ્યો આ શાકભાજી પ્રેમથી ખાય એટલે કઈ વાનગી બનાવીએ કે બધાં પ્રેમ થી ખાય અને ત્યારે પાઉંભાજી નું નામ જ યાદ આવે ખરું ને………….

તો ચાલો આજે પાઉંભાજીની વાત કરી છે તો એની બનાવવાની રીત જાણીએ

પહેલા સામગ્રી જોઈ લઈએ .

 • ૨૫૦ ગ્રામ બટેટા
 • ૨૫૦ ગ્રામ રીંગણા
 • ૨૫૦ ગ્રામ દુધી
 • ૨૫૦ ગ્રામ ફ્લાવર
 • ૧૦૦ ગ્રામ વટાણા
 • ૨૫૦ કોબીચ ( ગમે તો નાંખવું )
 • ૪થી ૫  નંગ મોટા ટમેટા
 • ૨ નંગ લીંબુ
 • કોથમરી
 • ૧ નંગ કેપ્સીકમ
 • ૬ નંગ ડુંગળી
 • ૧૦ નંગ લસણ ની કળી
 • ૨ ચમચા તેલ
 • ૪ ચમચા   માખણ

મસાલા માં લાલ મરચા પાઉડર , ધાણાજીરું ,હળદર , પાઉંભાજીનો મસાલો,મીઠું


વસ્તુ બધી એકઠી  થઇ ગઈ છે તો બનાવવાની શરૂઆત કરીએ .

 1. બટેટા,રીંગણા , દુધી, ફ્લાવર ને ધોઈને સુધારી લઈએ . કોબીચને ઉપરથી એક બે પાન  કાઢી સુધારી લઈએ.
 2. પ્રેસર કુકર માં શાક નાંખ્યા પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાંખી ને બાફવા મુકીએ .
 3.  શાક બફાય જાય અને કુકર ખોલીએ એ દરમ્યાન  ડુંગળી , ટમેટા ,કેપ્સીકમ એકદમ બારીક  કાપીને તૈયાર કરી     લઈએ
 4.    લસણની પેસ્ટ તૈયાર કરી લઈએ .
 5.     મોટા લોયા માં માખણ અને તેલ મૂકી ગરમ કરવા મુકીએ
 6.     પહેલા લસણની પેસ્ટ અને ડુંગળી નાંખીએ .
 7.     ૪ થી ૫ મીનીટ સાતળી લીધા બાદ તેમાં કેપ્સીકમ અને ટમેટા નાંખી ચઢવા દઈએ
 8.      હવે તેમાં લાલ મરચું ,ધાણાજીરું ,હળદર ,પાઉંભાજીનો મસાલો ,મીઠું નાંખી ને એકદમ મિલાવો
 9.     એક પેનમાં થોડું તેલ ને ઘી મૂકી વટાણા ને સાંતળી લઈએ .
 10.     ત્યારબાદ બાફેલા શાકભાજીને  છુંદો કરી લોયામાં નાંખી વટાણા પણ નાંખી દો અને એકદમ મિલાવો
 11.      આ હા હા ………શું સરસ સુગંધ આવે છે .
 12.    ચાલો ચાલો જલ્દી જલ્દી ટેસ્ટ કરીએ.
 13.      નાના બન બટરમાં શેકી,કોથમરી ,લીંબુ સાથે  ગરમ ભાજી  પીરસો .

ઘણા લોકો ને પાઉંભાજીમાં હળદર નો કલર નથી ગમતો .તો હળદર નાંખ્યા વગર પણ ભાજી બનાવી શકાય .


Pav Bhaji

Winter brings with it a bandwagon of fresh vegetables. Pavbhaji uses them all and it is a recipe that is loved by all at home.  Let us learn how to make it:

Ingredients:

 • 250gm Potatoes
 • 250 gm Brinjal (aubergine)
 • 250 gm bottle guard
 • 250gm Cauliflower
 • 250 gm Cabbage (if you like it)
 • 100gm greenpeas
 • 4-5 large sized tomatoes
 • 2 lemons
 • 1 capsicum
 • 6 onions
 • Garlic cloves (~10)
 • Coriander for garnishing
 • Cooking oil
 • Butter
 • Spices: Red chili powder, Cumin coriander powder, Turmeric powder, Pav bhaji masala (if you have) else garam masala works too, salt.

Once the long list of things is ready, we start the preparation.

 1. First step is to boil all the vegetables. So wash and cut all the veggies and put them in the pressure cooker. Items 1-5 in the list.
 2. While they are cooking in the cooker we will cut the veggies for saute. Finely chop onions, tomatoes and capsicum.
 3. Crush garlic and make a paste.
 4. In a large cooking pan, put some butter and cooking oil to heat.
 5. Once it is heated, add onions and garlic paste.
 6. After 4-5 minutes, add capsicum and tomatoes.
 7. Then add all the dry spices: red chili powder, cumin coriander powder, pav bhaji masala, salt, turmeric. Mix everything well and let it cook. [If you do not like turmeric color in the bhaji, then you can skip it.]
 8. Crush all the boiled vegetables to a pasty consistency and then add them to the pan.
 9.  In parallel, saute the green peas in some butter.
 10.  Once the spices have set within the vegetables and everything is cooked (in about 5 minutes), turn off the stove.
 11. Squeeze the lemons in and mix, then add the green peas on top and then garnish  with coriander and onions (if you like them).
 12.  Toast some small buns in butter, and serve them with the bhaji.

 

Enjoy the taste and nutrition of this great recipe. 🙂

Advertisements

One thought on “પાઉંભાજી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s