જીન્જરાનું શાક

ગુજરાતમાં અમારા શહેરમાં તો શિયાળામાં જીન્જરા બહુ જ જોવા મળે .અમે તો તેને શેકીને ખાઈએ ક્યારેક તેના ચણાનું શાક પણ બનાવીએ .પણ આજે મારે તમને એક નવી રીતે લીલા ચણાનું શાક બનાવાની રીત જણાવી છે .અમે આ શાક બહુ જ પસંદ કરીએ છીએ.તો ચાલો તમે પણ આજે આ શાક બનાવાની રીત જાણીને બનાવો.

સામગ્રીનું  લીસ્ટ જોઈએ .

 •  ૨૫૦ ગ્રામ લીલા ચણા (ફોલેલા  જીન્જરા)
 •  ૧૫  થી ૨૦ લસણ ની કળી
 •   ૪ લીલા મરચા
 •   ૧ નાનો ટુકડો આદું
 •   ૩ ટમેટા
 •   ૪ ચમચી તેલ
 •   સુકા મસાલા માં લાલ મરચા નો પાઉડર , હળદર ,ધાણાજીરું ,મીઠું ,એક ચમચી ગરમ મસાલો

બનાવવાની રીત જાણીએ ………

 1.       પહેલા આપણે લસણ ,મરચા અને આદું ની પેસ્ટ બનાવીએ
 2.       ટમેટાને ધોઈને એનો પલ્પ તૈયાર કરીને બાજુ પર રાખીએ.
 3.       લીલા ચણાને અધકચરા પીસી લઈએ .
 4.       હવે એક લોયામાં તેલ ગરમ કરવા મુકીએ તમે રાઇ,જીરું મુકીએ  એકદમ ગરમ થઇ ગયા બાદ તેમાં લસણ,આદું અને મરચાની પેસ્ટ નાંખી સાંતળવા દઈએ .
 5.       ત્યારબાદ તેમાં ટમેટા નો પલ્પ નાંખી ૩ થી  ૪ મીનીટ રહેવા દઈએ       .
 6.       હવે તેમ બધાં સુકા મસાલા લાલ મરચા પાઉડર ,ધાણાજીરું ,હળદર, ગરમ મસાલો,સ્વાદ અનુસાર મીઠું      નાંખી   થોડીવાર રહેવા દ્યો .
 7.      છેલ્લે તેમાં અધકચરા લીલા ચણા નાંખી થોડીવાર ચઢવા દ્યો.જરૂર લાગે તો થોડું પાણી નાંખી શકાય.green-chana-sabji

હવે આ શાક તૈયાર છે.આ શાક ગરમ રોટલા ,પરોઠા કે ભાખરી સાથે ખાવાની બહુ મજા આવે છે .

(આ શાક વધુ તેલમાં બનાવવામાં આવે તો સ્વાદમાં વધારે સારું લાગે છે .મને ઓછું તેલ વાપરવાની ટેવ છે.)


Green Chickpea curry

We find ample green chickpeas (called jinjra in Gujarati) here in Winter. We love to roast and eat them on a chilly winter night alongside a small bonfire. We also make curry of it which is loved by all so let’s make it.

List of ingredients:

 •  250gm green chick peas
 •  15-20 garlic cloves
 •  4 green chilies
 •   1 small piece of ginger
 •   3 tomatoes
 •   cooking oil (4 spoons)
 •   Masala/dried spices: red chili powder, turmeric powder, cumin & coriander powder, garam masala, cumin seeds, mustard seeds, salt.

Method:

 1.    Let us first make a paste of garlic, chili and ginger. Grind them all to a pasty consistency.
 2.    Then we make tomato pulp. You can either chop them to small pieces and then mash them or grind them in a mixer.
 3.     Now we also crush the green chickpeas to a coarse consistency. You can grind them once in a mixer and we should get the required sizes.
 4.     In a cooking pan, put oil to heat and once it is hot put a pinch of cumin and mustard seeds to see some crackle. 🙂 Now add garlic-ginger-chili paste to the oil and let it cook.
 5.   Once it is cooked, add the tomato pulp and all the dry spices (turmeric, red chili powder, cumin coriander powder, garam masala, salt) and let it cook for a few minutes.
 6.  In the end, add the coarsely crushed chickpeas and let it cook for a bit. Add some water if required.   green-chana-sabji

The curry is now ready. Having it with hot Rotla, paratha or bhakhri is pure bliss.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s