ઘરે માખણ અને ઘી બનાવીએ

હું મારા ઘરે દૂધ લઈને દૂધમાંથી દહીં,ચા,કોફી ,છાશ ,માખણ અને ઘી બનાવું છું.અમે ગુજરાતી તેની કરકસર માટે આખી દુનિયામાં જાણીતા છીએ. ઘરમાં મહેનત કરીને ચોખ્ખી વસ્તુ મેળવવી અને ઘરના વ્યકતિઓના સ્વાસ્થ્ય નો ખ્યાલ રાખવો એ તો ખરેખર બહુ સારી જ વાત છે અને આમ કરતા તમે પૈસા બચાવો છો એ તો વધુ આનંદની વાત છે .

અમે ઘરમાં ચાર વ્યક્તિ રહેતા હતા ત્યારે હું ૨.૫ લીટર દૂધ લેતી.આ દુધમાં થી ઘરના અને ગમે ત્યારે આવતા મહેમાન ને પણ સરસ રીતે સાચવી શકતી . મારે આજે આ વાત તમને કહેવી છે તમે પણ તમારી સુઝબુઝ થી  શુદ્ધ વસ્તુ મેળવી અને ઘરમાં પૈસા બચાવી શકો છો .

ચાલો શરુ કરું એ વાત ………..

રોજ ઘરે આવતા દુધને ગરમ કરી લો ઠંડું થયા બાદ તેને ફ્રીઝમાં મુકો .

બીજે દિવસે તેને વાપરતા પહેલા તેના પરની  મલાઈ એક જુદા વાસણમાં કાઢી લો.

૭ થી ૮ દિવસમાં ભેગી થયેલી મલાઈને ફ્રીઝ્માંથી કાઢી નોર્મલ થવા દો .

હવે તેમાં મેરવણ રૂપે એક થી બે ચમચા દહીં નાંખી હલાવી ઢાંકીને રાખી દો .

ગરમીના દિવસો હોયતો ૧૨ કલાકમાં મલાઈ સરસ જામી જશે .(ઠંડી હોય તો ૨૪ કલાક લાગશે )

હવે ઝેરણી કે બ્લેન્ડર ની મદદ થી જેરી લ્યો. img_7308

થોડા સમયમાં છાશ અને માખણ છુટા પડી જશે .

માખણ ને નીતારીને લોયામાં  કાઢી લ્યો .માખણમાં થોડું પાણી નાંખી માખણને ધોઈચોખ્ખું કરી  લો .

હવે એકદમ ચોખ્ખું  માખણ તૈયાર છે. તેમાંથી ઘરમાં વાપરવા માટે એક વાટકી માખણ કાઢી લ્યો .img_7312

આ માખણ રોટલા, પરોઠા , ભાખરી સાથે ખાવાનો આનંદ અનેરો છે

માખણ કાઢી લેતા જે છાશ મળે  એને તમે ચાખી જુઓ આહાહાહા ……શું સ્વાદ છે જાણે અમૃત !!!!!!!!!!

આ છાશના પણ અનેક ઉપયોગ થઇ શકે જેમકે પીવા માટે , ઢોકળાનો આથો નાંખવા માટે ,કઢી બનાવવા ,ઢોકળી કે પાડેલી સેવનું શાક બનાવવા  માટે વગેરે વગેરે ……….

બાકીનું માખણ ગરમ કરવા મુકો.એકદમ ધીમા તાપે ગરમ કરવા મુકો.img_7317

થોડી થોડી વારે ચેક કરતા રહો, ઘી છુટું પડી જાય એટલે ગાળી લ્યો img_7325.

વાહ ……….કેટલો સરસ રંગ છે અને શું મજાની સોડમ છે.

તમે પણ ઘરે માખણ અને ઘી બનાવી ઘરના લોકોના સ્વાસ્થ્ય નો ખ્યાલ રાખશોને ?????


Homemade Butter and Ghee

In India, people make yogurt, buttermilk, butter and ghee from milk at home. It takes a bit of effort but nothing beats the taste and health of these dairy products processed at home.

Today, let us make some butter:

Boil the milk and once it cools refrigerate it. Within a few hours, take the cream from the top and keep it separately. Collect cream from milk for about 7-8 days.

Take the cream out from the fridge and let it come to the room temperature.

Then add 1-2 serving spoons of yogurt, mix it with the cream and put a lid on the vessel.

In summer, the cream will set within 12 hours. In winter, it could take a day.

Now take a blender and churn the set cream. img_7308

Keep adding cold water while churning. That way we will have water and butter separated. Take the butter out in a vessel and the buttermilk in a separate container.Home made fresh butter is now ready.

img_7312

Spread it on top of Roti, Paratha, Bhakhri whatever you like. 🙂

Buttermilk tastes as heavenly. In summer it is an ideal cooler. You can also use it in several recipes such as preparing Kadhi, Dhokla batter, Dhokli curry etc.

Take the amount of butter you require away and the rest can be used to make ghee. img_7317

Keep checking once in a while and when ghee is clear, turn off the stove and sieve it. img_7325The color and aroma of ghee is wonderful. Store ghee in a steel or glass container and use it to spread on roti, in preparation of sweets and many other things.

See you guys later! 🙂

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s