રવાનો શીરો (સુજીનો હલવો )

આપણે હમણા ઘણા વખતે મળીએ છીએ. ડીસેમ્બર થી હમણા સુધી મેં બહુ જ ફર ફર કર્યું છે. હવે જરા શાંતિથી ઘરમાં બેઠી એટલે મનમાં નક્કી કર્યું કે આજે એક નવી રેસીપી મુકવી છે.

આ વાનગી આખા દેશમાં બનાવાય છે અને બધાને બહુ પ્રિય પણ છે. અમારે ત્યાં સત્યનારાયણની કથા હોય ત્યારે ભગવાનને આ શીરો ધરાવાય છે .

ચાલો આજે આ શીરો આપણે સાથે મળીને બનાવીએ ……

વાનગી બનાવવા માટે શું જોશે તેની યાદી બનાવીએ .

 1.    ૧૦૦ ગ્રામ રવો
 2.    ૧૦૦ ગ્રામ ઘી
 3.    ૯૦  ગ્રામ ખાંડ
 4.    3 કપ દૂધ
 5.    ૪ નંગ એલચી નો પાઉડર
 6.    ૫ નંગ બદામ

દરેક વસ્તુઓ ઘરમાંથી જ મળી રહેશે તો શરુ કરીએ બનાવવાનું

 • એક જાડી કડાઈમાં ઘી ગરમ કરવા મુકો .
 • ગરમ ઘીમાં રવો નાંખી ધીમા તાપે  રવાને શેકો.
 • થોડો brown જેવો રંગ થાય ત્યાં સુધી રવાને શેકો.
 • એક તપેલીમાં દુધને ગરમ કરવા મુકો .
 • આ દુધને શેકેલા રવા પર ધીમે ધીમે રેડો .ગેસ ધીમો જ રાખો
 •  થોડીવારમાં દૂધ શોસાય જશે .
 •  હવે તેમાં ખાંડ નાંખો .ખાંડનું પાણી થશે અને  એ પણ શોસાય જાય એટલે ગેસ બંધ કરી દો.
 • એલચીનો ભૂકો શીરામાં નાંખી હલાવી લો
 •  બદામને લાંબી સુધારી અને શીરા પર છાંટી પીરસો .IMG_2593

વાહ……..શું સરસ શીરો બન્યો છે .જલ્દી જલ્દી ટેસ્ટ કરો અને બધાને કરાવો.

ઘણા લોકો આ શીરામાં કેસર પણ નાંખે છે .તમને ગમે તો તમે પણ નાંખી શકો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s