મેથીની ભાખરી

સાંજના સમયનું મેનુ ક્યારેક સમય ઓછો હોય  ત્યારે શું બનાવવું ? એ બહુ અઘરો પ્રશ્ન છે  બરાબર ને…..? જે ઘરે બહુ સરસ રસોઈ બનાવે છે અને રોજ કૈક નવું નવું બનાવી પીરસે છે .એ લોકો મેનુ વિષે વિચારતા જ હોય છે . ચાલો આજે કૈક નવી રીતે વિચારીએ અને બનાવીએ

સામગ્રી:

 

 1. ૨૫૦ ગ્રામ  ઘઉં નો જાડો લોટ
 2. ૫૦ ગ્રામ ચણાનો લોટ
 3. મેથીની ભાજી
 4. ૪ નંગ લીલા મરચા
 5. ૫ થી ૬ ફોદીના ના પાન
 6.  ૧/૨ ચમચી મરી પાઉડર
 7.  ૧/૨ ચમચી હિંગ
 8.  તેલ
 9.  સ્વાદ અનુસાર મીઠું
 10.  ઘી

બનાવવાની રીત ;

 •    મેથીના પાનને ,ફોદીના ને અને મરચાને ધોઈને બારીક સુધારી લ્યો  .
 •    એક પહોળા વાસણમાં ઘઉંનો અને ચણાનો લોટ મિલાવો .
 •    તેમાં બારીક સમારેલી ઉપરની વસ્તુઓ નાંખી એકદમ મિલાવો
 •    હવે તેમાં હિંગ, મરી પાઉડર ,મીઠું અને ૪ ચમચી તેલ નાંખી મિલાવો
 •    થોડું..થોડું  પાણી નાંખી લોટને બાંધો .
 •    લોટ કઠણ બાંધવાનો છે .
 •    હવે તાવડી અથવા લોઢી ગરમ કરવા મુકો.
 •    મોટું લુંવું લઇ હાથ થી લોટને કુણવી ભાખરી વણી લ્યો .
 •    થોડી જાડી રાખવી .
 •    ગરમ લોઢી પર ધીમા તાપે તેને શેકી લ્યો .
 •    બંને બાજુ સરસ ભાત પડી જાય એટલે નીચે ઉતારી લ્યો .
 •    તેના પર સરખું ઘી લગાવો .
 •    ગરમ ગરમ ભાખરી અથાણા સાથે ,ગોળ સાથે ખાવ . IMG_2640

( મારે  ત્યાં તાવડી હોય છે એટલે હું તાવડીમાં ભાખરી બનાવું છું .તાવડી એટલે માટીમાંથી બનાવેલુ વાસણ જેમાં રોટલી ,રોટલા ,ભાખરીબનાવી શકાય .  )

આમ તો  આ ભાખરી જ છે પણ આ ભાખરી આ લીલીવસ્તુઓથી અદભુત સ્વાદિષ્ટ લાગે છે .આ ભાખરી  પાલક નાંખી પણ બનાવી શકાય છે

કોઈ ને મોળા વ્રત હોય તો આ વાનગી દહીં કે શીખંડ ખાવાની બહુ મજા આવે છે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s