ઉપમા

હેલ્લો મિત્રો

કેમ છો ….મજામાંને ?

શિયાળો હળવે હળવે આવી રહ્યો છે આ મોસમ એવી છે જેમાં આપણને સૌને થોડી વધુ ભુખ લાગે તો ચાલો આજે આપણે એક એવી વાનગી જે ઝટપટ તૈયાર થાય અને ગરમ ગરમ ખાવાની મજા પડે તે બનાવીએ

સામગ્રી :

 • ૧૦૦ ગ્રામ રવો
 • ૧ નાનું બટેટુ
 • ૨ નાની ડુંગળી
 • ૨ લીલા મરચા
 • ૧ નાનો ટુકડો આદું
 • મીઠા લીમડાના પાન
 • ૧ નંગ લીંબુ
 • વઘાર માટે ૩ ચમચી તેલ , રાઇ ,અડદની દાળ ,સુકું મરચું
 • સ્વાદ અનુસાર મીઠું

બનવવાની રીત ;

૧ એક પહોળી કડાઈમાં તેલ મુકો

૨ તેલ જરા ગરમ થાય એટલે તેમાં રાઇ ,અડદની દાળ (૧ ચમચી ),સુકું મરચું નાંખો .

૩ જીણા સુધારેલા મરચા ,બારીક કાપેલો મીઠો લીમડો નાંખી થોડી વાર સાંતળો .

૪  હવે તેમાં બારીક સુધારેલી ડુંગળી નાંખો .ધીમે ધીમે હલાવતા રહો

૫  તેમાં ઝીણા સમારેલા બટેટાના પીસ અને ખમણેલું આદું નાંખો .

૬  બટેટા થોડા નરમ થાય એટલે એમાં રવો નાંખો.

૭ રવો થોડો લાલાશ પડતો થાય ત્યાં સુધી એને શેકો .

૮  રવો શેકાય એ દરમ્યાન  એક તપેલીમાં  રવા થી બે ગણું પાણી લઇ ગરમ કરવા મુકો

૯  આ ગરમ પાણી શેકાયેલા મિશ્રણ માં ઉમેરો અને હલાવતા રહો upama.

૧૦ બધું પાણી શોષાય જાય એટલે  તેમાં એક લીંબુનો રસ નાંખો .

૧૧ હવે તેને હલાવી કોથમરી છાંટી ને પીરસો .upama with chatni and wafer

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

મીઠી બુંદી

તહેવારના અને વ્રતના દિવસો  હવે નજીક આવી રહ્યા છે . દરેક વખતે કૈક નવું કરવાનું મન થાય . હમણા મારી નાની બેન આવી હતી એની પાસેથી આ બુંદી એકદમ perfectly કેમ બનાવાય એ શીખી લીધું .

ચાલો તમે પણ મારી સાથે મીઠી બુંદીની રીત જાણી લ્યો અને બનાવવા માંડો …..

સામગ્રી :

 • ૧૦૦ ગ્રામ  ચણા નો લોટ
 •  ૯૦ ગ્રામ ખાંડ
 • ૧૦૦ ગ્રામ ઘી
 • ૨ ચમચી તેલ
 •  ૩ થી ૪ એલચી નો ભૂકો
 •  ૪ બદામ ની ઝીણી કતરી
 •  કેસર

બધી વસ્તુઓ ભેગી થઇ ગઈ છે તો શરુ કરીએ બનાવવાનું

 1. ચણાના લોટમાં તેલનું મોણ નાખ્યા  બાદ લોટનું પાણી નાંખી ખીરું બનાવી લ્યો . ખીરું બુંદી પડી શકે તેટલું ઢીલું રાખવું .
 2. હવે કડાઈમાં ઘી નાંખી ગરમ કરવા મુકો .
 3. બીજા ગેસના ચુલા પર ખાંડ ડૂબે તેટલું  પાણી નાંખી ચાસણી તૈયાર કરવા મુકો .
 4. ગરમ ઘીમાં ઝારાની  મદદ થી બુંદી પાડો.mithi bundi.1mithi bundi 4
 5. થોડી કડક થાય એટલે બુંદી કાઢી લ્યો
 6.  ખાંડની ચાસણીમાં કેસરના ૨ થી ૩ તાંતણા નાંખો
 7. એક તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરો .
 8.  ચાસણી તૈયાર થઇ ગઈ એટલે તેમ તળેલી બુંદી નાંખો mithi bundi 5
 9.   ૧ કલાક ચાસણીમાં બુંદી પલળશે એટલે બુંદી તૈયાર .
 10.   હવે તેમાં એલચી પાઉડર નાંખો
 11.   એક બાઉલમાં બુંદી કાઢી તેમાં બદામની કતરી છાંટી દ્યો mithi bundi.3

કેટલી મન લલચાવે તેવી સુગંધ આવે છે !!!!!!   વાહ …વાહ  તો ચાલો હવે રાહ ન  જુવો …. તમે પણ બનાવીને જલ્દી જલ્દી  તેની મજા લ્યો.


Sweet Boondi 

My younger sis was in town recently and she prepared  this yummy quick sweet boondi which we all loved. ‘Boond’ translates to ‘drop’ in many Indian languages and since the food looks like a drop, hence the name Boondi. Boondi can be sweet or savoury. Savoury version is a snack and can be added to dishes such as raita, and the sweet version can be combined into laddoos or savored as is.

So here is how we make boondi:

Ingredients:

 • 100 gm Gram flour (Besan)
 • 90gm Sugar
 • 100 gm Ghee
 • 2 spoons oil
 •  3-4 cardamom crushed to powder
 • a pinch of almond flakes
 • 2-3 saffron flakes

Preparation:

 1. Add oil in gram flour and mix it and then add water to make batter.
 2. Add Ghee in the frying pan and heat it.
 3. In another vessel, put sugar and add water enough to submerge the sugar and start to heat it on low flame.
 4. Take a perforated ladle (Boondi jhara) and push the batter through that ladle onto the hot ghee with the help of a regular ladle.

mithi bundi.1mithi bundi 4

5. Once it becomes hard, take it out of the pan and keep it aside. Cook until all the batter is done.

6. Add 2-3 saffron flakes in the sugar syrup. Cook the syrup until its consistency is of a single strand. You can check its consistency by pinching a bit of the syrup and then releasing the pinch. If you see a single strand being formed, then that is what we need and you can turn off the stove. Some dishes require 2 strand consistency, in which case you would need to cook the syrup a bit more.

7. Once the syrup is cooked, dip the cooked Boondis. You can also add cardamom powder in the syrup for added flavor.

mithi bundi 58. Let the Boondis soak in the sugar syrup for about an hour. After that, you can put them on to a serving bowl and add almond flakes.

 • mithi bundi.3

Serve them hot!

Try them out and let us know how they turned out. =)

મેથીની ભાખરી


સાંજના સમયનું મેનુ ક્યારેક સમય ઓછો હોય  ત્યારે શું બનાવવું ? એ બહુ અઘરો પ્રશ્ન છે  બરાબર ને…..? જે ઘરે બહુ સરસ રસોઈ બનાવે છે અને રોજ કૈક નવું નવું બનાવી પીરસે છે .એ લોકો મેનુ વિષે વિચારતા જ હોય છે . ચાલો આજે કૈક નવી રીતે વિચારીએ અને બનાવીએ

સામગ્રી:

 1. ૨૫૦ ગ્રામ  ઘઉં નો જાડો લોટ
 2. ૫૦ ગ્રામ ચણાનો લોટ
 3. મેથીની ભાજી
 4. ૪ નંગ લીલા મરચા
 5. ૫ થી ૬ ફોદીના ના પાન
 6.  ૧/૨ ચમચી મરી પાઉડર
 7.  ૧/૨ ચમચી હિંગ
 8.  તેલ
 9.  સ્વાદ અનુસાર મીઠું
 10.  ઘી

બનાવવાની રીત ;

 •    મેથીના પાનને ,ફોદીના ને અને મરચાને ધોઈને બારીક સુધારી લ્યો  .
 •    એક પહોળા વાસણમાં ઘઉંનો અને ચણાનો લોટ મિલાવો .
 •    તેમાં બારીક સમારેલી ઉપરની વસ્તુઓ નાંખી એકદમ મિલાવો
 •    હવે તેમાં હિંગ, મરી પાઉડર ,મીઠું અને ૪ ચમચી તેલ નાંખી મિલાવો
 •    થોડું..થોડું  પાણી નાંખી લોટને બાંધો .
 •    લોટ કઠણ બાંધવાનો છે .
 •    હવે તાવડી અથવા લોઢી ગરમ કરવા મુકો.
 •    મોટું લુંવું લઇ હાથ થી લોટને કુણવી ભાખરી વણી લ્યો .
 •    થોડી જાડી રાખવી .
 •    ગરમ લોઢી પર ધીમા તાપે તેને શેકી લ્યો .
 •    બંને બાજુ સરસ ભાત પડી જાય એટલે નીચે ઉતારી લ્યો .
 •    તેના પર સરખું ઘી લગાવો .
 •    ગરમ ગરમ ભાખરી અથાણા સાથે ,ગોળ સાથે ખાવ . IMG_2640

(મારે  ત્યાં તાવડી હોય છે એટલે હું તાવડીમાં ભાખરી બનાવું છું .તાવડી એટલે માટીમાંથી બનાવેલુ વાસણ જેમાં રોટલી ,રોટલા ,ભાખરીબનાવી શકાય.)

આમ તો  આ ભાખરી જ છે પણ આ ભાખરી આ લીલીવસ્તુઓથી અદભુત સ્વાદિષ્ટ લાગે છે. આ ભાખરી  પાલક નાંખી પણ બનાવી શકાય છે.

કોઈ ને મોળા વ્રત હોય તો આ વાનગી દહીં કે શીખંડ ખાવાની બહુ મજા આવે છે!


Methi ni Bhakhri | Fenugreek Bhakhri 

Bhakhri is my kids’ favorite dish. I experimented with adding some greens into it and it was even more delicious. So read on to find the recipe of Gujarati style Methi (Fenugreek) Bhakhri.

Stuff we need:

 1. 250gm Coarse Wheat Flour
 2. 50 gm Gram flour or Besan
 3. A bunch of fresh Methi leaves
 4. 4 green chilies
 5. 5-6 mint leaves
 6. 0.5 spoon black pepper powder
 7.  a pinch of hing
 8.  4 spoons oil
 9. salt
 10. ghee

Technique:

 •   Wash and chop finely methi leaves, mint leaves and chilies.
 •   In a broad vessel, put wheat flour and gram flour and then add the chopped greens.
 •  Now add hing, black pepper powder, salt and oil and mix everything.
 •  Now add water little by little and make a tough dough. It should be super tough.
 •  Put a clay tava (tavdi) on the stove and start to heat it.
 •  Roll out a thick circular bread from the dough.
 •  Let it cook on the stove at low flame. Once one side is cooked, cook the other side. It will take a few minutes to cook completely. Finally put the bread under the flame directly for a few seconds and then put it on to a serving plate.
 • Take a spoon of ghee and spread it on the bread. Make some inlets with the spoon so that the ghee can go within.

Eat hot bhakhri with jaggery or pickle.

IMG_2640

Alternately, you can make the Bhakhri with spinach too. We also have some type of fasting when people do not eat salt.  In those occasions, one could omit salt from the Bhakhri and eat it along with Yogurt or Shrikhand.

Bis später! =)

 

 

રવાનો શીરો (સુજીનો હલવો )

આપણે હમણા ઘણા વખતે મળીએ છીએ. ડીસેમ્બર થી હમણા સુધી મેં બહુ જ ફર ફર કર્યું છે. હવે જરા શાંતિથી ઘરમાં બેઠી એટલે મનમાં નક્કી કર્યું કે આજે એક નવી રેસીપી મુકવી છે.

આ વાનગી આખા દેશમાં બનાવાય છે અને બધાને બહુ પ્રિય પણ છે. અમારે ત્યાં સત્યનારાયણની કથા હોય ત્યારે ભગવાનને આ શીરો ધરાવાય છે .

ચાલો આજે આ શીરો આપણે સાથે મળીને બનાવીએ ……

વાનગી બનાવવા માટે શું જોશે તેની યાદી બનાવીએ .

 1.    ૧૦૦ ગ્રામ રવો
 2.    ૧૦૦ ગ્રામ ઘી
 3.    ૯૦  ગ્રામ ખાંડ
 4.    3 કપ દૂધ
 5.    ૪ નંગ એલચી નો પાઉડર
 6.    ૫ નંગ બદામ

દરેક વસ્તુઓ ઘરમાંથી જ મળી રહેશે તો શરુ કરીએ બનાવવાનું

 • એક જાડી કડાઈમાં ઘી ગરમ કરવા મુકો .
 • ગરમ ઘીમાં રવો નાંખી ધીમા તાપે  રવાને શેકો.
 • થોડો brown જેવો રંગ થાય ત્યાં સુધી રવાને શેકો.
 • એક તપેલીમાં દુધને ગરમ કરવા મુકો .
 • આ દુધને શેકેલા રવા પર ધીમે ધીમે રેડો .ગેસ ધીમો જ રાખો
 •  થોડીવારમાં દૂધ શોસાય જશે .
 •  હવે તેમાં ખાંડ નાંખો .ખાંડનું પાણી થશે અને  એ પણ શોસાય જાય એટલે ગેસ બંધ કરી દો.
 • એલચીનો ભૂકો શીરામાં નાંખી હલાવી લો
 •  બદામને લાંબી સુધારી અને શીરા પર છાંટી પીરસો .IMG_2593

વાહ……..શું સરસ શીરો બન્યો છે .જલ્દી જલ્દી ટેસ્ટ કરો અને બધાને કરાવો.

ઘણા લોકો આ શીરામાં કેસર પણ નાંખે છે .તમને ગમે તો તમે પણ નાંખી શકો


Semolina Halwa | Suji Halwa

I was traveling a bit in the last few months and so we are meeting after a long time!

Today’s recipe is more or less prepared worldwide with some variations, so a good chance that you might already know it. 🙂 We make Suji (semolina) halwa on many occasions, especially when we have Satyanarayan Katha at home.

What we need:

 1.    100 gm Rava (Suji | Semolina)
 2.    100 gm Ghee
 3.    90 gm Sugar
 4.    3 cups milk
 5.    about 4 cardamoms crushed to powder
 6.    some almonds for garnishing

We should find most stuff at home, so let’s begin:

 • In a thick kadai (pan), pour ghee and start to heat it.
 • Now add the Semolina (Suji) and cook it at low flame. Keep stirring it all the time, so that all of it is cooked uniformly and does not stick to the bottom.
 • It will take a few minutes until the semolina becomes slightly brown, but have patience and keep stirring.
 • In parallel, heat the milk at low flame for about 2 minutes.
 • Add the hot milk slowly to the cooked semolina. Keep stirring.
 • Once the milk is absorbed, add sugar. Sugar will release some water. Once that is absorbed as well, turn off the stove.
 • Add the cardamom powder now and mix it well.

Garnish with almond flakes and serve. You could also add Saffron for added flavor if you like.

IMG_2593

 

ઘઉંના જવારાનો રસ (Green Blood)

આજે હું તમારી સાથે એક સુંદર વાત કરવાની છું .અત્યારે  ઠંડીના દિવસો છે એટલે તમે  આમળા, ગાજર, બીટ ,આદું વગેરે નો રસ પીતા હશો .અનેક રીતે તે આપણા શરીરને ઉપયોગી છે.પણ આજે આપણે ઘઉંના જવારાના રસની ઉપયોગીતા ની વાત કરીએ.

ઘઉંના જવારામાં ખુબ માત્રામાં કલોરોફીલ છે. તે આપણા શરીરને વિટામીન અને પ્રોટીન આપે છે . અઠવાડિયામાં ૨ થી ૩ વખત આ રસ લેવામાં આવે તો તેના થી વજન ઘટે છે,પાચન તંત્ર સુધરે છે, કેન્સર થી બચાવે છે ,skinનો રંગ સારો થઇ જાય છે ,વાળનો growth વધે છે ,energy લેવલ વધે છે .તો ચાલો ઘરે ઉગાડીએ ઘઉંના જવારા …..

એક પહોળી માટીની પ્લેટમાં કાળી માટી સાથે થોડું સુકું થઇ ગયેલા  છાણાનો ભૂકો મિલાવી પાથરી દો .હવે તેમાં ઘઉંના દાણા વેરી ફરી આછી માટી પાથરી દો .તેના પર થોડું પાણી છાંટી ને રહેવા દો .રોજ તેમાં પાણી છાંટો .બે થી ત્રણ દિવસમાં તેમાં કોટા ફુટેલા દેખાશે .આઠ થી દસ દિવસમાં જવારા મોટા થઇ જશે.હવે તેને કાતરની મદદથી  ૩ થી ૪ ઈંચ જેટલા ઉપરથી કાપી લોgreen-blood

હવે તેને ધોઈ લો.જવારા ને કાપી લો જેથી સહેલાયથી પીસી શકાય .હવે તેને મીક્ષરમાં પીસી અને ગાળી લો.

તાજે તાજો રસ કાઢી અને ઉપયોગમાં લો.તેનાથી મળતા ફાયદા મેળવો ………..

green-blood-1


Wheat Grass Juice

It’s still winter in this part of India  and if its winter where you live too, we hope you are consuming juices of wintry delights such as gooseberries (aamla), carrots, beetroot, ginger etc. Today we will learn about Wheat Grass Juice. Wheat grass is rich with vitamins and minerals. Consuming it 2-3 times a week helps in reducing weight, improves digestion, and can help in the growth of hair and skin.

In a clay plate (with some  hole below for ventilation), spread soil and some manure (we usually take slightly dried cowdung).  Now add some wheat seads and spread a thin layer of soil on top. Sprinkle some water everyday. In about 2-3 days you would see the seeds sprouting. In about 8-10 days, the wheat grass would be quite tall. Cut about 3-4 inch tall grass.

green-blood

Wash it and juice it with a mixer,filter it and enjoy its health benefits.

green-blood-1

ઘરે માખણ અને ઘી બનાવીએ

હું મારા ઘરે દૂધ લઈને દૂધમાંથી દહીં,ચા,કોફી ,છાશ ,માખણ અને ઘી બનાવું છું.અમે ગુજરાતી તેની કરકસર માટે આખી દુનિયામાં જાણીતા છીએ. ઘરમાં મહેનત કરીને ચોખ્ખી વસ્તુ મેળવવી અને ઘરના વ્યકતિઓના સ્વાસ્થ્ય નો ખ્યાલ રાખવો એ તો ખરેખર બહુ સારી જ વાત છે અને આમ કરતા તમે પૈસા બચાવો છો એ તો વધુ આનંદની વાત છે .

અમે ઘરમાં ચાર વ્યક્તિ રહેતા હતા ત્યારે હું ૨.૫ લીટર દૂધ લેતી.આ દુધમાં થી ઘરના અને ગમે ત્યારે આવતા મહેમાન ને પણ સરસ રીતે સાચવી શકતી . મારે આજે આ વાત તમને કહેવી છે તમે પણ તમારી સુઝબુઝ થી  શુદ્ધ વસ્તુ મેળવી અને ઘરમાં પૈસા બચાવી શકો છો .

ચાલો શરુ કરું એ વાત ………..

રોજ ઘરે આવતા દુધને ગરમ કરી લો ઠંડું થયા બાદ તેને ફ્રીઝમાં મુકો .

બીજે દિવસે તેને વાપરતા પહેલા તેના પરની  મલાઈ એક જુદા વાસણમાં કાઢી લો.

૭ થી ૮ દિવસમાં ભેગી થયેલી મલાઈને ફ્રીઝ્માંથી કાઢી નોર્મલ થવા દો .

હવે તેમાં મેરવણ રૂપે એક થી બે ચમચા દહીં નાંખી હલાવી ઢાંકીને રાખી દો .

ગરમીના દિવસો હોયતો ૧૨ કલાકમાં મલાઈ સરસ જામી જશે .(ઠંડી હોય તો ૨૪ કલાક લાગશે )

હવે ઝેરણી કે બ્લેન્ડર ની મદદ થી જેરી લ્યો. img_7308

થોડા સમયમાં છાશ અને માખણ છુટા પડી જશે .

માખણ ને નીતારીને લોયામાં  કાઢી લ્યો .માખણમાં થોડું પાણી નાંખી માખણને ધોઈચોખ્ખું કરી  લો .

હવે એકદમ ચોખ્ખું  માખણ તૈયાર છે. તેમાંથી ઘરમાં વાપરવા માટે એક વાટકી માખણ કાઢી લ્યો .img_7312

આ માખણ રોટલા, પરોઠા , ભાખરી સાથે ખાવાનો આનંદ અનેરો છે

માખણ કાઢી લેતા જે છાશ મળે  એને તમે ચાખી જુઓ આહાહાહા ……શું સ્વાદ છે જાણે અમૃત !!!!!!!!!!

આ છાશના પણ અનેક ઉપયોગ થઇ શકે જેમકે પીવા માટે , ઢોકળાનો આથો નાંખવા માટે ,કઢી બનાવવા ,ઢોકળી કે પાડેલી સેવનું શાક બનાવવા  માટે વગેરે વગેરે ……….

બાકીનું માખણ ગરમ કરવા મુકો.એકદમ ધીમા તાપે ગરમ કરવા મુકો.img_7317

થોડી થોડી વારે ચેક કરતા રહો, ઘી છુટું પડી જાય એટલે ગાળી લ્યો img_7325.

વાહ ……….કેટલો સરસ રંગ છે અને શું મજાની સોડમ છે.

તમે પણ ઘરે માખણ અને ઘી બનાવી ઘરના લોકોના સ્વાસ્થ્ય નો ખ્યાલ રાખશોને ?????


Homemade Butter and Ghee

In India, people make yogurt, buttermilk, butter and ghee from milk at home. It takes a bit of effort but nothing beats the taste and health of these dairy products processed at home.

Today, let us make some butter:

Boil the milk and once it cools refrigerate it. Within a few hours, take the cream from the top and keep it separately. Collect cream from milk for about 7-8 days.

Take the cream out from the fridge and let it come to the room temperature.

Then add 1-2 serving spoons of yogurt, mix it with the cream and put a lid on the vessel.

In summer, the cream will set within 12 hours. In winter, it could take a day.

Now take a blender and churn the set cream. img_7308

Keep adding cold water while churning. That way we will have water and butter separated. Take the butter out in a vessel and the buttermilk in a separate container.Home made fresh butter is now ready.

img_7312

Spread it on top of Roti, Paratha, Bhakhri whatever you like. 🙂

Buttermilk tastes as heavenly. In summer it is an ideal cooler. You can also use it in several recipes such as preparing Kadhi, Dhokla batter, Dhokli curry etc.

Take the amount of butter you require away and the rest can be used to make ghee. img_7317

Keep checking once in a while and when ghee is clear, turn off the stove and sieve it. img_7325The color and aroma of ghee is wonderful. Store ghee in a steel or glass container and use it to spread on roti, in preparation of sweets and many other things.

See you guys later! 🙂

જીન્જરાનું શાક

ગુજરાતમાં અમારા શહેરમાં તો શિયાળામાં જીન્જરા બહુ જ જોવા મળે .અમે તો તેને શેકીને ખાઈએ ક્યારેક તેના ચણાનું શાક પણ બનાવીએ .પણ આજે મારે તમને એક નવી રીતે લીલા ચણાનું શાક બનાવાની રીત જણાવી છે .અમે આ શાક બહુ જ પસંદ કરીએ છીએ.તો ચાલો તમે પણ આજે આ શાક બનાવાની રીત જાણીને બનાવો.

સામગ્રીનું  લીસ્ટ જોઈએ .

 •  ૨૫૦ ગ્રામ લીલા ચણા (ફોલેલા  જીન્જરા)
 •  ૧૫  થી ૨૦ લસણ ની કળી
 •   ૪ લીલા મરચા
 •   ૧ નાનો ટુકડો આદું
 •   ૩ ટમેટા
 •   ૪ ચમચી તેલ
 •   સુકા મસાલા માં લાલ મરચા નો પાઉડર , હળદર ,ધાણાજીરું ,મીઠું ,એક ચમચી ગરમ મસાલો

બનાવવાની રીત જાણીએ ………

 1.       પહેલા આપણે લસણ ,મરચા અને આદું ની પેસ્ટ બનાવીએ
 2.       ટમેટાને ધોઈને એનો પલ્પ તૈયાર કરીને બાજુ પર રાખીએ.
 3.       લીલા ચણાને અધકચરા પીસી લઈએ .
 4.       હવે એક લોયામાં તેલ ગરમ કરવા મુકીએ તમે રાઇ,જીરું મુકીએ  એકદમ ગરમ થઇ ગયા બાદ તેમાં લસણ,આદું અને મરચાની પેસ્ટ નાંખી સાંતળવા દઈએ .
 5.       ત્યારબાદ તેમાં ટમેટા નો પલ્પ નાંખી ૩ થી  ૪ મીનીટ રહેવા દઈએ       .
 6.       હવે તેમ બધાં સુકા મસાલા લાલ મરચા પાઉડર ,ધાણાજીરું ,હળદર, ગરમ મસાલો,સ્વાદ અનુસાર મીઠું      નાંખી   થોડીવાર રહેવા દ્યો .
 7.      છેલ્લે તેમાં અધકચરા લીલા ચણા નાંખી થોડીવાર ચઢવા દ્યો.જરૂર લાગે તો થોડું પાણી નાંખી શકાય.green-chana-sabji

હવે આ શાક તૈયાર છે.આ શાક ગરમ રોટલા ,પરોઠા કે ભાખરી સાથે ખાવાની બહુ મજા આવે છે .

(આ શાક વધુ તેલમાં બનાવવામાં આવે તો સ્વાદમાં વધારે સારું લાગે છે .મને ઓછું તેલ વાપરવાની ટેવ છે.)


Green Chickpea curry

We find ample green chickpeas (called jinjra in Gujarati) here in Winter. We love to roast and eat them on a chilly winter night alongside a small bonfire. We also make curry of it which is loved by all so let’s make it.

List of ingredients:

 •  250gm green chick peas
 •  15-20 garlic cloves
 •  4 green chilies
 •   1 small piece of ginger
 •   3 tomatoes
 •   cooking oil (4 spoons)
 •   Masala/dried spices: red chili powder, turmeric powder, cumin & coriander powder, garam masala, cumin seeds, mustard seeds, salt.

Method:

 1.    Let us first make a paste of garlic, chili and ginger. Grind them all to a pasty consistency.
 2.    Then we make tomato pulp. You can either chop them to small pieces and then mash them or grind them in a mixer.
 3.     Now we also crush the green chickpeas to a coarse consistency. You can grind them once in a mixer and we should get the required sizes.
 4.     In a cooking pan, put oil to heat and once it is hot put a pinch of cumin and mustard seeds to see some crackle. 🙂 Now add garlic-ginger-chili paste to the oil and let it cook.
 5.   Once it is cooked, add the tomato pulp and all the dry spices (turmeric, red chili powder, cumin coriander powder, garam masala, salt) and let it cook for a few minutes.
 6.  In the end, add the coarsely crushed chickpeas and let it cook for a bit. Add some water if required.   green-chana-sabji

The curry is now ready. Having it with hot Rotla, paratha or bhakhri is pure bliss.