પાતરા

અળવીના લીલાછમ્મ પણ જોઈ ને મન લોભાઈ ગયું .અરે !!! લોભાઈ ગયું શું . હું તો  એને ખરીદી ને ઘરે જ લઇ આવી . અરે ……   આ પાનનો ઉપયોગ કરી ને  કેવી મસ્ત વાનગી બને  આજે તો તમને જણાવી જ દઉં .

આજે તો એવી એક વાનગીની વાત કરવી છે કે જે સ્વાદિષ્ટ તો છે જ, પણ આપણા મન ને એક સાથે ખારો, મીઠો , તીખો સ્વાદ આપે છે એટલે કે ચટપટા સ્વાદ વાળી આ વાનગીનું નામ છે ”પાતરા”

પાતરા બનાવવા શું જોઈએ એ જરા જોઈ લઈએ .

  • ૧૦ નંગ અળવીના પાન
  • ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  • ૧ ચમચો મકાઈ નો લોટ
  • ૪ ચમચી આદુમરચાની પેસ્ટ
  • ૪ ચમચી ખાંડ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી હિંગ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧ લીંબુ
  • ૨ ચમચી તેલ
  • વઘાર માટે  ૩ ચમચા તેલ , રાઇ ,આખું  જીરું , તલ ,લીમડો , લીલા મરચાના ટુકડા , થોડી કોથમરી ,હિંગ

  1. પહેલા અળવીના પાનને ધોઈને સાફ કરી લઈએ .IMG_9711
  2. તેની લાંબી દાંડી  અને નસ જે દેખાય છે તે કાપી લઈએ .
  3. હવે પાનને  કોરા કરી લઈએ
  4. એક પહોળા વાસણમાં ચણાનો લોટ અને મકાઈનો  લોટ લઈએ .
  5. તેમાં  આદુ મરચાની પેસ્ટ ,ખાંડ ,હળદર ,લાલમરચું ,ગરમ મસાલો ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ ,૧ લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને  ખીરું  તૈયાર કરો .IMG_9725
  6. હવે એક સપાટ વસ્તુ પર પાન ને ગોઠવી તેના પર ખીરું લગાવો. ફરી તેના પર બીજું પાન પાથરી ખીરું લગાવો. ફરી એના પર ત્રીજું પાન લગાવી ખીરું લગાવી પાનને વાળતા જાવ અને ખીરું લગાવતા જાવ અને રોલ બનાવો .IMG_9730
  7. આમ દરેક વખતે કરી રોલ તૈયાર કરો .
  8. આ બધાં રોલને  બાફવા મુકો .IMG_9749
  9. ધીમા તાપે અડધી કલાકમાં પાતરા સરસ ચઢી જશે .
  10. ઠંડા થાય એટલે પાતરાને  કાપી લો IMG_9784
  11. વઘાર માટે પહોળા વાસણમાં તેલ મુકો. તેમાં રાઇ-જીરું નાંખો ,લીમડો અને હિંગ નાંખી પાતરાને વઘારી લો. તેના પર સફેદ તલ, કાપેલા  મરચા, કોથમરી નાંખીને ખજુર અને આમલીની ચટણી સાથે પીરસો. IMG_9816

ઘણા લોકોને કડક પાતરા ખાવાની મજા આવે છે તો તેમને પાતરા  તળીને પણ  પીરસી શકાય

ચાલો વરસાદ ની મોસમમાં  કૈક નવું ચટપટું બનાવી ખાવાનો અને ખવડાવવાનો આનંદ લઈએ…


Paatra

We have a lot of recipes that involve gram flour and either frying/steaming processes. Paatra is a recipe where we use special leaves (colocosia) , coat them with gram flour batter and then steam them until they are cooked. Then we occasionally do a tadka to make them nicely flavored. It is a must-eat recipe from Gujarat, so let’s learn how to make it.

Ingredients: 

  • ~10 colocasia leaves (alvi na paan)
  • 250 gm gram flour
  • 1  serving spoon (ladle) maize flour
  • 4 spoons ginger chili paste
  • Spices: 1/2 spoon turmeric, 1 spoon red chili powder, 1 spoon garam masala , 1/2 spoon hing (asafoetida), salt
  • 1 lemon
  • 2 spoons oil,4 spoons sugar
  • For tadka: 3 spoons oil, some brown mustard seeds, , cumin seeds, curry leaves, a pinch of asafoetida 
  • Garnishing: About 1-2 spoons sesame seeds, some coriander leaves, green chili pieces

    Technique:

  1. Let’s wash the leaves first. Then cut the stems off. IMG_9711
  2. Let the leaves dry.
  3. In the meanwhile, in a vessel, take the gram flour and the maize flour.
  4. Add all the spices and the ginger-green chili paste and then add some water and prepare a batter. IMG_9725
  5. Take a flat plate and then spread the batter on a leaf. Put another leaf on top of that and add the batter on the next one.Repeat it one more time. Now start to roll the leaves together and keep adding batter as a glue. IMG_9730
  6. Prepare such rolls until all the leaves are used.
  7. Now time to cook them through steam. In low flame, they will be cooked well in about half an hour.
    IMG_9749
  8. Afterwards, cool them and once cooled, slice the rolls.IMG_9784
  9. Now time for tadka. In a broad vessel, add oil and let it heat. Once heated, add the rest of the tadka ingredients (cumin seeds, mustard seeds, curry leaves, asafoetida). Then add the paatra inside and mix them well.
  10. Garnish them with green chilies, sesame seeds and coriander. Relish them with your favorite chutney. We generally use tamarind-dates chutney which is a bit sweetish. IMG_9816

Some people prefer crispy paatra in which case one can fry them. But definitely the healthy version is the less oil one.

Enjoy the monsoon with some tangy food!

લીલા વટાણાના ઘૂઘરા

ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે આપણું મન  રસોઈ શું બનાવવી તેનો વિચાર કરવા માંડે . બરાબર ને ….મીઠાઈ અને ફરસાણ માં શું બનાવવું એ ઘણી વખત કઈ ઋતુ ચાલે છે એના આધારે પણ નક્કી કરી શકાય . શિયાળામાં લીલા વટાણા બહુ સરસ મળે . એટલે એનો ઉપયોગ કરીને કોઈ ફરસાણ બનાવાનું વિચારીએ તો લીલા વટાણાના ઘૂઘરા બહુ સ્વાદિષ્ટ બને .   તો ચાલો આપણે મળીને બનાવીએ …

ઘૂઘરા બનાવવા શું જોઈએ એ જરા ઘરમાંથી એકઠું કરી લઈએ .

  • ૨૫૦ ગ્રામ મેંદા નો લોટ
  • ૧૫૦ ગ્રામ લીલા વટાણા
  • ૨ નંગ ડુંગળી
  • ૩ ચમચી આદુ અને મરચા ની પેસ્ટ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૨ ચમચી ખાંડ
  • ૧ લીંબુ નો રસ
  • સ્વાદ અનુસાર મીઠું
  • તેલ

સામગ્રી હાજર છે તો બનાવીએ

  1.        મેંદા ના લોટ માં ૩ ચમચા તેલ નાંખી ધીમે ધીમે પાણી નાંખી લોટ કઠણ બાંધો .
  2.        વટાણા ને અધકચરા વાટી લો .
  3.         ડુંગળીને ઝીણી સમારી લો.
  4.         એક ચમચી તેલ લોયામાં મૂકી તેલ ગરમ કરવા મુકો .
  5.         તેમાં જરા રાય નાંખી ડુંગળી નાંખો .
  6.         ૨ થી ૩ મીનીટ ડુંગળીને સાંતળી લો.
  7.         હવે તેમાં વટાણા નાંખી ૫ મીનીટ રાખો એને થોડું હલાવતા રહો
  8.         હવે ગેસ બંધ કરો
  9.        ઠંડું થાય એટલે તેમાં આદુ અને મરચા ની પેસ્ટ ,ગરમ મસાલો ,ખાંડ ,લીંબુ નો રસ .મીઠું નાંખી મિલાવો .જો પુરણ ઢીલું થઇ ગયું હોય એમ લાગે તો કોરા પૌવા નાંખી શકાય .IMG_8852
  10.        પુરણ તૈયાર છે એટલે પૂરી જેવડું લુંવું લઇ પૂરી વણો .તેમાં પુરણ ભરી પુરીની બંને બાજુને જરા પાણી વાળો હાથ કરી ચોટાડી દો
  11.        ઘૂઘરાના મોલ્ડ તૈયાર મળે છે તેનાથી પણ તેની બોર્ડર બનાવી શકાય પણ અહી મેં હાથે થી કાંગરી જેવી બોર્ડર બનાવી છે .
  12.        વાળેલા ઘૂઘરા બાજુ પર રાખતા જાવ
  13.        તેલ ગરમ કરવા મુકો .
  14.        ગરમ તેલમાં ઘૂઘરા નાંખી  તેને થોડા brown રંગના થાય ત્યાં સુધી તળો .

આ ઘૂઘરા લીલી ચટણી અને ટમેટાના સોસ સાથે પીરસો .IMG_8878


Green Peas Ghughra

Today’s recipe is a very popular snack, which can be prepared in a variety of flavors. In the time of the year when green peas are in abundance, we can prepare ghughra with green peas stuffing.

They are a delight in taste and everyone loves them, from kids to elderly. So let’s learn the details.

List of ingredients:

  • 250gm Maida Flour (Refined Wheat Flour)
  • 150gm green peas
  • 2 onions
  • 3 spoons ginger-green chili paste
  • 1 spoon garam masala
  • a pinch of mustard seeds
  • 2 spoons sugar
  • juice of 1 lemon
  • salt
  • oil for frying

Method:

  1.      Put about 3 big spoons of oil in the flour and adding water little by little prepare a tough dough.
  2.     Grind the green peas coarsely.
  3.     Cut the onions finely.
  4.      In a pan, put 1 spoon of oil and heat it.
  5.      Once it is heated, add some mustard seeds and then add onions
  6.      Let the onions fry for about 2-3 minutes.
  7.      Now add the green peas and let them cook for about 5 minutes. Keep stirring when needed so that they don’t stick on the bottom. Then turn off the gas.
  8.    Once it has cooled down a bit, add the ginger-green chili paste, garam masala, sugar, lemon juice and salt and mix everything.  Tip: If the stuffing is a bit too loose, you can add some parched rice and make it in order. 😀    IMG_8852
  9.    Now take a small lump of the dough and roll out a circle with a rolling pin. Now add some stuffing on top of the rolled dough, and then comes the tricky part. To fold everything nicely. So take a bit of water on your fingertips and then just wet the edges of the rolled dough so that they become easy to stick and then join the ends.
  10.   You can be creative and make some nice edge shapes, I made a design that is quite popular for this recipe. 😉
  11.   Once a few of the ghughra as we name it, are filled and folded, you can start to fry them in parallel.    
  12.   Fry them until they turn light brown in color.

They go well with green chutney and ketchup or any other flavor of your favorite chutney. 🙂

IMG_8878

Enjoy the tasty snack!

બટેટા વડા

સામગ્રી ;

  •      ૨૫૦ ગ્રામ બટેટા
  •      ૨૦૦ ગ્રામ ચણા નોલોટ
  •      આદુ મરચા ની પેસ્ટ
  •      ગરમ મસાલો
  •      લીંબુનો  રસ
  •      ખાંડ
  •      મીઠું
  •      હળદર
  •      લાલ મરચું
  •      હિંગ
  •      તેલ

બનાવવા ની રીત :

  1. બટેટા ને બાફી  અને  છુંદી નાંખો
  2. બટેટા ના પુરણ માં ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ ,૧ ચમચી ગરમ મસાલો , ૧ ચમચી ખાંડ , ૧ ચમચી લીંબુ નો રસ , સ્વાદ અનુસાર મીઠું નાંખો  .એક નાના લોયામાં એક ચમચી તેલ મૂકી ગરમ કરવા મુકો .તેમાં અડધી ચમચી  રાઇ નાંખો .ગરમ તેલને પુરણમાં નાંખી દો. હવે તેને બરાબર મિલાવી નાના લુવા વાળી લ્યો .IMG_2199
  3. ચણા ના લોટ માં ૧ ચમચી લાલ મરચું , અડધી ચમચી હળદર ,હિંગ , સ્વાદ અનુસાર મીઠું , ૧ ચમચી ખાંડ . પાણી નાંખી ઘોળ તૈયાર કરો .
  4. એક લોયા માં તેલ ગરમ કરવા મુકો
  5. ચણા ના લોટ માં એક એક  લુવા બોળી ગરમ તેલ માં નાંખો .
  6. શરૂઆત માં ગેસ નો તાપ વધુ રાખી ,પછી ધીમો કરવો .
  7. સરસ રીતે તળાય જાય એટલે નીતારી કાઢી લેવા

ખજુર ની ચટણી , લીલી ચટણી સાથે ગરમા ગરમ ખાવાનો આનંદ લ્યો


Potato Vadas

Ingredients: 

  •      250g potatoes
  •      200gm gram flour
  •      Ginger chilly paste
  •      Garam masala
  •      Lemon
  •      Spices: Turmeric, Red chili powder, Asafoetida
  •      Sugar, salt
  •      Oil

Method: 

  1. Boil the potatoes and crush them.
  2. Now add 2 spoons of ginger chili paste, 1 spoon garam masala, 1 spoon sugar, 1 spoon lemon juice, and salt to the crushed potatoes.  Mix everything well and prepare small spheres. 
  3. Now in a different vessel, we will prepare the gram flour batter. Take the gram flour and add 1 spoon green chili, half spoon turmeric, a pinch of asafoetida (hing), 1 spoon sugar and some salt. Add water and prepare a thin batter.
  4. In a frying pan, put oil and start to heat it.
  5. Dip the potato sphere in the batter, and then put it in the frying pan.
  6. During each run of frying, keep the flame high in the beginning and then reduce it.
  7. Once they are fried, take them out of the pan.

Along with sweet chutney and green chutney, enjoy these potato vadas hot!

???????????????????????????????

સમોસા

સામગ્રી:

પુરણ માટે:

  • ૨૫૦ ગ્રામ બટેટા
  • ૧૦૦ ગ્રામ ડુંગળી
  • ૧૦૦ ગ્રામ વટાણા
  • ૪ ચમચી આદુ મરચા
  • ૧ ચમચી ગરમ મસાલો
  • એક ચપટી રાય
  • ૩ ચમચી ખાંડ
  • ૩ ચમચી લીંબુ નો રસ
  • સ્વાદ અનુસાર મીઠું

લોટ માટે :

  •    ૨૫૦ ગ્રામ મેંદા નો લોટ
  •   ૧૦૦ ગ્રામ ઘઉં નો લોટ
  •    તેલ
  •    સ્વાદ અનુસાર મીઠું

બનાવવા ની રીત

  1. બટેટા ધોઈ ને કુકર માં બાફવા મુકો .
  2. બફાઈ ગયેલા બટેટા ની છાલ ઉતારી ને નાના ટુકડા કરી લ્યો .
  3. ડુંગળીને બારીક સમારી લ્યો .
  4. વટાણાને અધકચરા પીસી લ્યો
  5. નાના લુયા ૩ ચમચી તેલ મૂકી અડધી ચમચી રાઇ નાંખી ડુંગળી નાંખો .
  6. ધીમા તાપે પાંચ મીનીટ ડુંગળી થવા દ્યો
  7. હવે તેમાં વટાણા નાંખી થોડીવાર રહેવા દ્યો.
  8. એકદમ વટાણા ચડી જાય એટલે ગેસ બંધ  કરો .
  9. બટેટા માં ડુંગળી અને વટાણા નાંખો
  10. આદુ મરચાની પેસ્ટ ,લીંબુ ,ખાંડ , ગરમ મસાલો ,સ્વાદ અનુસાર મીઠું  નાંખી એકદમ મિલાવી લ્યો
  11. પુરણ ઢીલું થઇ ગયું હોય તો સુકા પૌવા નાખવાથી બરાબર થઇ જશે .
  12. લોટ બાંધવા માટે બંને લોટ મિલાવી તેમાં તેલ અને જરૂર પૂરતું મીઠું નાંખી મિલાવો
  13. થોડું થોડું પાણી લઇ લોટ ને કઠણ બાંધો
  14. રોટલી માટે જેવડું લુંવું લઇ ને  ગોળ વણો.
  15. તેમાં છરી ની મદદ થી એક વચ્ચે કાપો કરો. તેના થી બે અર્ધ ગોળ થશે
  16. હવે આ અર્ધ ગોળ માંથી કોન તૈયાર કરો . ચમચી ની મદદ થી તેમાં પુરણ ભરો
  17. પુરણ ભર્યા બાદ હાથ જરા પાણી થી ભીનો કરી બરાબર ચોટાડો
  18. આમ બધાં સમોસા વાળીને તૈયાર કરી લ્યો.
  19. એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
  20. ગરમ તેલમાં સમોસા તળો. તળતી વખતે શરૂઆત માં તાપ વધુ રાખવો સમોસા નાંખી દીધા બાદ ધીમા તાપે થવા દેવા. એકદમ કરકરા થાય એટલે ઉતારી લેવા.
  •    સમોસા આમલી-ખજુરની મીઠી  ચટણી, લીલી ચટણી , ટોમેટો  સોસ સાથે ખાવા થી વધુ સ્વાદિષ્ટ લાગે છે.IMG_8883

Samosa 

Well, if we didn’t write about Samosa, it would be unfair to the Indian cuisine, right? It is such a popular snack among all Indian food lovers..

Let’s learn this:

Ingredients:  

For the stuffing:

  • 250gm potatoes
  • 100gm onions
  • 100gm green peas
  • 4 spoons ginger-green chili paste
  • 1 spoon garam masala
  • 3 spoons sugar
  • a pinch of brown mustard seeds
  • 3 spoons lemon juice
  • salt

for the crust:

  •   250gm refined wheat flour (maida)
  •   100gm wheat flour
  •   oil
  •   salt

Method:

  1. Wash the potatoes and boil them in a cooker.
  2. Peel the skin off from them once they cook down and then cut them into small pieces.
  3. Cut the onions into very small pieces.
  4. Grind the green peas to not so fine paste, but course pieces.
  5. In a small pan, take about 3 spoons oil and heat it. Once it is hot, put a pinch of brown mustard seeds and then put the onions.
  6. Let the onions cook on a low flame.
  7. Now add the green peas and let them cook.
  8. Once they have cooked, turn off the flame.
  9. Add the green peas onion mix in the potatoes.
  10. Now time to add the remaining things to the filling: ginger-green chili paste, ,lemon, sugar, garam masala, salt. Put all this and mix well.
  11. If the filling for some reason is too loose, then add some parched rice (poha) to make it a bit thicker.
  12. For preparing the dough, mix both the flours well and add oil and necessary salt.
  13. Now put water slowly and prepare a not too soft dough.
  14. Take a small lump and make it into a sphere first and then roll out into the size of a roti.
  15. Now cut into half circle with a knife. You can thus prepare 2 samosas out of this.
  16. Take one of this semi-circles and make it into an open cone.
  17. Fill in the stuffing through the open end.
  18. After filling it,  make your hands a bit wet and then close the end properly.
  19. Repeat until either the dough or the filling runs out.. 😀
  20. Now take some oil in a pan and heat it.
  21. Fry the samosas in hot oil. As usual, while frying, keep the flame high when you just put the samosas into the pan, and afterwards reduce the flame to low. Once the crust is brown and crispy, they are ready to be out of the pan.
  •    Samosas are accompanied by the bandwagon of chutneys as usual or also with tomato ketchup, as you like it.IMG_8888

ભાખરવડી

સામગ્રી : પુરણ માટે

  •    ૩ નંગ કાચા કેળા
  •   ૨૫૦ ગ્રામ બટેટા
  •   પીસેલા આદુ મરચા
  •   ૨ ચમચી તલ
  •   ૩ ચમચી ખાંડ
  •   ૨ ચમચી લીંબુનો રસ
  •   ૧ ચમચી ગરમ મસાલો
  •   સ્વાદ અનુસાર  મીઠું

લોટ બાંધવા માટે :

  • ૧૫૦ ગ્રામ મેંદા નો લોટ
  • ૧૫૦ ગ્રામ ઘઉં નોલોટ
  • તેલ
  • સ્વાદ અનુસાર મીઠું

 બનાવવાની રીત

  1. બટેટા  અને કેળાને ધોઈ ને કુકરમાં બાફવા મૂકો .
  2. બાફવા મુકેલું શાક ઠંડું થાય એટલે તેની છાલ ઉતારી ને છુંદો કરો .
  3. હવે તેમાં ૩ ચમચી આદુ મરચાની પેસ્ટ , તલ, ગરમ મસાલો, લીંબુનો રસ, ખાંડ . સ્વાદ અનુસાર મીઠું નાંખી એકદમ મિલાવો.
  4. આ પુરણ ને બાજુ પર રાખી દ્યો.IMG_0113
  5. મોટા વાસણ માં બંને લોટ લઇ મુઠીયા વડે તેટલું તેલ ,સ્વાદ અનુસાર મીઠું નાંખી લોટ બાંધો . થોડો કઠણ લોટ રાખવો .
  6. આ લોટ માંથી મોટું લુંવું લઇ પાટલા પર મોટો રોટલો વણો .
  7. તેના પર હળવા હાથે પુરણ ને પાથરો .
  8. એકસરખું પુરણ પથરાય ગયા બાદ એક બાજુ થી રોટલા નો રોલ કરો..IMG_0199 (1)
  9. રોલ બરાબર થઇ ગયા બાદ છરી ની મદદ થી તેના નાના પીસ કરો .IMG_0138
  10. હવે લુંયામાં તેલ ગરમ કરવા મૂકો .
  11. તેલ ગરમ થાય એટલે તેમાં ભાખરવડી તળવા  (fry) માટે નાંખો.
  12. ઉપર નું પડ કરકરું (light brown) થાય એટલે ઉતારી લ્યો .

આ ભાખરવડી આમલી ખજુર ની ચટણી ,લીલીચટણી સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.IMG_0151


Bhakharwadi 

This is another super awesome snack that is particularly popular in Gujarat and Maharashtra..

Let’s learn it.

Ingredients:

For stuffing:

  •   3 raw (green) bananas
  •   250gm potatoes
  •   Ginger-green chili paste
  •   2 spoons sesame seeds
  •   3 spoons sugar
  •   2 spoons lemon juice
  •   1 spoon Garam masala
  •   Salt

For the dough:

  • 150gm refined wheat flour (maida)
  • 150gm whole wheat flour
  • oil
  • Salt

Method:

  1. Wash the potatoes and the bananas and put them in a pressure cooker to boil them. If you don’t have a pressure cooker, you can cook in a normal vessel too, just that it will take a bit longer.
  2. Once it is boiled and cooled down, take the skin off from the potatoes and the bananas and then crush them.
  3. Now  add the ginger-chili paste, sesame seeds, garam masala, lemon juice, sugar and salt and mix it all. The stuffing is ready so keep it aside. IMG_0113
  4. Time to prepare the dough. Take both the flours in a broad vessel and then add oil and salt. Then add water little by little and prepare a smooth but not too soft dough.
  5. Take a lump from the dough and then roll it to a circle with a rolling pin.
  6. Now take some of the potato filling and spread it evenly on the rolled dough.
  7. Once it is spread well across the entire circle, roll it tightly from one of the ends until the opposite end. IMG_0199 (1)
  8. Once you have a roll ready, cut it with a knife to small circular pieces. IMG_0138
  9. Now put oil in a frying pan and start to heat it.
  10. Once the oil is heated, add the Bhakharwadi  one by one in batches.
  11. Once the crust is light brown, take it out from the pan.

Hurray, we made it. Bhakharwadi tastes great with the sweet chutney and also with the green chutney..

Guten appetite! =)

IMG_0151

ખાંડવી

સામગ્રી :

  • ૧ વાટકી ચણાનો લોટ
  • ૧ વાટકી છાશ
  • ૨ ચમચી પીસેલા આદુ મરચા
  • ૧ ચમચી હળદર
  • સ્વાદ અનુસાર મીઠું
  • વઘાર માટે તેલ
  • રાઇ
  • મેથી
  • મીઠો લીમડો
  • હિંગ
  • કોથમરી

બનાવવાની રીત :

એક મોટા વાસણમાં ચણાનો લોટ લ્યો . તેમાં ૧ વાટકી છાશ અને ૧ વાટકી પાણી નાંખી દ્યો . હવે તેમાં આદુ મરચા ની પેસ્ટ , હળદર, સ્વાદ અનુસાર મીઠું નાંખી ઝેરણીથી મિક્ષ્  કરો . હવે કુકરમાં પાણી નાંખી કુકર ગરમ કરવા મૂકો . મિશ્રણના વાસણને કુકરમાં રાખી દો .

બે (૨) વ્હીસલ થાય એટલે ગેસ બંધ  કરો . હવે જયારે કુકર ખોલીને આ મિશ્રણ ને ફરી ગેસ પર મૂકો અને હલાવતા જાવ.  થોડીવારે એક પ્લેટમાં પાથરી જુઓ . જો સરસ મજાના રોલ વળી શકે તો ગેસ બંધ કરો. એકદમ સપાટ જગ્યામાં ખાંડવી  પાથરી શકાય એટલે મોટી પ્લેટમાં ગરમ હોય એકદમ પાતળી પાથરી દો .

હવે દરેક માં કાપા કરી રોલ વાળો . આ રોલ ને એક પહોળા વાસણ માં મુકતા જાવ .

હવે વઘારની તૈયારી કરીએ એક લોયામાં ૨ ચમચી તેલ મૂકો. તેમાં રાઈ, મેથી, લીમડાના પાન, સફેદ તલ નાંખો અવાજ આવે એટલે થોડી હિંગ નાંખી આ વઘાર રોલ પર રેડી દો. તેના પર સજાવટ માટે કોથમરી  છાંટો .

આ વાનગી બની ગયા પછી પીરસતી વખતે ગરમ કરવાની જરૂર નથી. લીલી ચટણી સાથે ખાઇએ તો ઓંર મજા આવે છે .


Khaandvi

Khaandvi is a trademark Gujarati snack recipe made from Gram flour. Super healthy, super tasty ..

Let’s learn it.

Ingredients:

  • 1 cup gram flour
  • 1 cup buttermilk
  • 2 spoons grounded garlic-green chilies
  • 1 spoon turmeric
  • salt
  • oil for tadka 
  • brown mustard seeds, fenugreek seeds, a pinch of asafoetida (hing), a pinch of turmeric, 2 spoons sesame seeds
  • meetho limdo (curry leaves)
  • coriander leaves

Method:

In a big vessel, take the gram flour and add buttermilk and 1 cup water.  Now add ginger-green chilies paste, turmeric, salt mix everything really well. Now in a pressure cooker, add some water and start heating it. Now put the gram flour vessel inside the cooker (with some stand beneath) and close the lid.  Once 2 whistles have blown, turn off the heat. The flour mix is boiled.

Now take the vessel out of the cooker and put it back on the stove and start heating it again. Keep stirring continuously. (If we let it cool, it will harden so we have to keep stirring and warming it.)

Testing time: After a while,  take a small lump of it and try to spread it across a flat metal plate. After spereading it, try to roll it off. If you can do it, it means the flour has cooked sufficiently.

Turn off the gas. Now is the time, you might need someone along to spread out the flour fast. Keep a few flat metal plates handy.

Take a lump of the flour mix and spread it really thin across the plate. Spread it using a ladle or a serving spoon as it would be steaming hot.

Now take a knife and make lines across the spread. Then make rolls out of the spreads. Gently put each of the rolls in a vessel.  You will have to be quick to do the spreading and rolling, coz the flour cools down quickly.

So our khaandvis are ready. We just need to do tadka.

In a vessel, take about 2 spoons of oil and heat it. Once it is heated, add the mustard & fenugreek seeds, hing, curry leaves, sesame seeds and then pour this on top of the khaandvi rolls. Garnish with coriander leaves. IMG_8009

Once prepared, you need not heat while serving. It tastes great just stand-alone or along with green chutney.

Enjoyy!