કાજુનો મેસુબ

જન્માષ્ટમી નો તહેવાર ઘણા બધાં તહેવારોનો સમૂહ છે.કૃષ્ણ જન્મ ના દિવસે આપણને  કૈક નવું બનાવવાનું મન થાય , તો ચાલો ……આપણે આજે કાજુમાંથી મેસુબ બનાવીએ .

આ વાનગી ફરાળી છે એટલે કોઈ પણ વ્રત કરતા હોય એને પણ પીરસી શકાય .

સામગ્રી :

 •  ૧૦૦  ગ્રામ કાજુ
 •  ૧૨૫  ગ્રામ ઘી
 •   ૯૦   ગ્રામ ખાંડ
 •   ૫  નંગ એલચી

બનાવવાની રીત :

 1.    પહેલા કાજુને કડાઈમાં નાંખી  ધીમે તાપે કોરા શેકી લ્યો.
 2.    થોડી વારે ઠંડા થાય એટલે તેનો બારીક  ભૂકો કરી લ્યો .
 3.    હવે એક કડાઈમાં ખાંડ નાંખી ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી તેની એક તારની ચાસણી બનાવો .
 4.    બીજી બાજુ ધીમા તાપે ઘી ગરમ કરવા મુકો.
 5.    ચાસણી થાય એટલે તેમાં કાજુનો ભૂકો નાંખી હલાવો .
 6.    બીજા હાથે ગરમ થયેલું ઘી થોડું થોડું રેડતા જાવ .
 7.    ઘી નાંખતા તેમાં સરસ જારી પડશે.
 8.    ઘી નાંખવાનું ત્યારે બંધ કરો જયારે તેમાંથી ઘી છુટું પડે .
 9.   તેમાં એલચી નો ભૂકો નાંખી એક થાળીમાં ઢાળી દ્યો.malai mesub-4

કેવી સરસ જારી પડી છે!!!! સ્વાદ પણ અદભુત છે .

તો ચાલો તમે પણ ઝટપટ મેસુબ  બનાવી તહેવારના દિવસને અનોખી રીતે ઉજવો .


Cashewnut Mesoob (Kaaju no Mesoob)

Let us prepare a sweet on the occasion of Janmashtmi (festival to celebrate Krishna’s birth).

Ingredients:

 •  100gm Cashews
 •  125 gm Ghee
 •   90 gms Sugar
 •   5 pieces cardamom

Technique:

 1.    Roast cashews on a pan at  low flame.
 2.    Once they cool down, crush them to a fine powder.
 3.    Now take sugar in a pan and add  water until the sugar just submerges. Heat the mix until you get a one strand consistency. (i.e. take a bit of mix between your index finger and thumb and when you move your finger away from the thumb you should find a single strand being stretched)
 4.   On the other side, start to heat Ghee at low flame.
 5.   Once the sugar is boiled as require, add cashewnut powder and keep mixing.
 6.    With the other hand, add hot ghee slowly.
 7.    Ghee gives a nice pattern on the entire mix.
 8.    Stop adding Ghee when it starts to come out from the mix.
 9.   Add cardamom powder and mix it well with the rest and then spread the mix on a plate. You can mark squares with a knife and then cube them out once the mix has cooled down. malai mesub-4

This is a quick and delicious sweet. Do try it out!

 

નાનખટાઈ

ઘરમાં કોઈનો જન્મદિવસ હોય કે રવિવારની પીકનીક માટે નીકળવાનું હોય ત્યારે દરેક વખતે મેનુ વિચારવાનું કેટલું અઘરું કામ છે નહી????????

આજે એક બહુ જ સરળ અને બધાને પસંદ પડે તેવી વાનગી બનાવીએ .જેને બધી ઉંમરના પસંદ કરે અને પ્રેમથી ખાય શકે .તમે કઈ વિચારો એ પહેલા હું જ તમને એનું નામ બતાવી દઉં .”નાનખટાઈ ”

સામગ્રી :

 •   ૫૦ ગ્રામ મેંદાનો લોટ
 •   ૫૦ ગ્રામ ઘઉંનો લોટ
 •   ૧ ચમચો રવો
 •    ૧ ચમચી ચણા નો લોટ
 •    ૧ ચમચો ટોપરાનું ખમણ(તેનો સ્વાદ ગમતો હોય તો )
 •    ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ
 •     ૧૦૦ ગ્રામ   ઘી(શુદ્ધ ઘી)
 •     ૧ કપ દૂધ
 •     ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
 •      ૧/૨ચમચી  બેકિંગ સોડા

  બના વ વાની રીત :

 1. એક બાઉલમાં ઘઉં નો લોટ,મેંદાનો લોટ , રવો (સુજી), ચણાનો લોટ , ટોપરાનું ખમણ ,બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર મિલાવી ને રાખો.
 2. બીજા બાઉલ માં ઘી અને દળેલી ખાંડ મિલાવો .
 3. ઘી અને ખાંડ ના મિશ્રણમાં લોટનું મિશ્રણ  નાંખો.
 4. લોટ બાંધતાહોયતેવું મિશ્રણ તૈયાર કરવા માટે એક ચમચો દૂધ જરૂર હોય તો મિલાવીને બહુ ઢીલો નહી તેવો લોટ તૈયાર કરો
 5.  લોટ માંથીનાના લુવા લઇ હાથની મદદથી ગોળ બનાવો .તેને જરા વચ્ચે  દબાવી ટ્રે માં ગોઠવો .બેક કરવાથી નાનખટાઈ ફૂલશે આથી દરેક વચ્ચે થોડી જગ્યા રાખવી .
 6. હવે પ્રી હિટેડ ઓવન માં ૨૦૦ ડિગ્રીસેલ્સિયસ પર 20 મીનીટ બેક કરવું .
 7. ૨૦ મીનીટ બાદ જરા ચેક કરો એકદમ બરાબર બેક થઇ છે કે કેમ ???

વાહ વાહ !!!!!!!!! મસ્ત સુગંધ આવે છે.IMG-20160725-WA0005

તમે ક્યારે બનાવો છો ???

શું સરસ સ્વાદ છે તમે પણ રક્ષાબંધન નો તહેવાર આવી રહ્યો છે તેને અનોખી રીતે ઉજવી મજા લ્યો


Nan-khatai (Eggless Cookies

Today, we will prepare Indian version of homemade eggless cookies, that we call ‘Nan Khatai’. These cookies are loved by all ages and are simple to prepare and also take along for picnics.

So hurry up and get the following:

 • 50 gm wheat flour
 • 50 gm refined wheat flour (Maida)
 • 1 ladle Rava
 • 1 spoon gram flour
 • 1 ladle dry coconut flakes (if you like coconut flavor)
 • 100 gm fine powder of sugar
 • 100 gm Ghee
 • 1 cup milk
 • 1/2 spoon baking powder
 • 1/2 spoon baking soda

  Technique:

 1. In a bowl, take all flour, coconut flakes, baking powder and soda and mix them well.
 2. In another bowl, mix Ghee and powdered sugar and add the flour mix to it.
 3. Prepare a not-too-tough,not-too-soft dough.  Add milk to the mix if required while preparing the dough.
 4. Make small lumps from the dough and press them to the desired shape and place them in a tray.
 5.  Pre-heat the oven and bake the cookies for about 20 minutes at 200 Celcius. Post that, if they aren’t cooked, bake them a bit more.

IMG-20160725-WA0005

Enjoy. 🙂

ટોપરા પાક

ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ અને શ્રાવણ મહિનામાં ઘણા બધાં વ્રત અને તહેવાર આવે.પવિત્ર તહેવારમાં ઘરમાં બનતી વાનગીઓ ખાવાથી શુદ્ધ વાનગીઓ મળે છે. વ્રત કે તહેવારમાં  મિષ્ટાનનું મહત્વ અનેરું હોય છે..

તો ચાલો… આજે બહુ સરળ એવી ટોપરામાંથી બનતી વાનગી બનાવીએ

સામગ્રી :

 1. ૨૫૦ ગ્રામ ટોપરાનું  ઝીણું ખમણ..
 2. ૨૦૦  ગ્રામ ખાંડ
 3.  ૧૦૦ ગ્રામ માવો
 4.   ૫ એલચીનો પાઉડર
 5.   ૪ ચમચી ઘી

બનાવવાની રીત :

 •      એક લોયામાં ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી ગેસ પર ધીમા તાપે મુકો.
 •       માવાને ખમણી અને બાજુ પર રાખી દો .
 •       ચમચાની મદદથી ચાસણી હલાવતા રહો .
 •       એક તારની ચાસણી (એક ટીપું આંગળીમાં લઇ બીજી આંગળીની મદદ વડે તૂટે નહી તેવો તાર) થાય એટલે           ગેસ બંધ કરી દો .
 •        તેમાં ખમણ કરેલો માવો નાંખો. પછી એકદમ મિલાવો .
 •         હવે  ગેસ ચાલુ કરી ધીમા તાપે  રાખો.
 •         ૨ મીનીટ પછી તેમાં ટોપરાનું ખમણ નાંખો .
 •         ટોપરાનું ખમણ એકદમ મિલાવ્યા પછી તેમાં ગરમ ઘી ઉમેરો .
 •         હવે ગેસ બંધ કરી દો.
 •         છેલ્લે એલચીનો ભૂકો નાંખો.
 •        એક થાળીમાં ઘી લગાવી તેના પર આ મિશ્રણ ને પાથરી દ્યો .
 •         જરા ઠરે એટલે કાપા પડી દ્યો .IMG_20160711_140422412આ તાજો તાજો ટોપરા-પાક આપણા સૌનું મન લોભાવે છે

Coconut Barfi (Topra Paak)

The months of Ashaad and Shravan have a lot of festivals and also occasions where folks observe various fasts.  During then, a variety of sweets are prepared at home.

We make a very easy and nice recipe with coconuts today.

Ingredients: 

 1. 250gm coconut shredding
 2. 200gm sugar
 3.  100gm mawa (or khoya)
 4.  cardamom powder (of about 5 cardamoms)
 5.  4 spoons Ghee

Recipe:

 • Take sugar in a pan and water enough to just submerge the sugar and put it to boil.
 • Shred the mawa (khoya) and keep it aside.
 • Keep stirring the boiling sugar. Once the boil reaches single strand consistency (pinch a bit of the solution between thumb and index finger and when you stretch it, you should find a single strand that doesn’t break that easily) , turn off the stove.
 • Add Mawa to the sugar solution and mix it well. Turn on the stove at a low flame.
 • After about 2 minutes, add the coconut shredding and mix everything well.
 • Add hot ghee on top and mix. Turn off the stove.
 • Add cardamom powder.
 • Grease a plate with a bit of ghee and pour the mix and flatten it.
 • Once it cools, cube it or shape it as you like.

IMG_20160711_140422412

Freshly made coconut barfi is mouth watering for sure. 🙂

પીનટ (સીંગદાણા) ચટણી

આપણે ત્યાં બધાં રાજ્યમાં કેટલી બધી જુદી જુદી જાતની ચટણી બને .હમણા હું બેંગલોર ગઈ હતી ત્યારે આ ચટણી ત્યાં થી શીખીને આવી .મને અને મારા ઘરમાં બધાને બહુ પસંદ પડી એટલે તમને આ રીત જણાવું છું આ ચટણી ઘણી વખત શાકની અવેજીમાં પણ ચાલે .આ બધી ચટણી બનાવીએ એ દિવસે થોડો સમય અને મહેનત માંગે પણ પછી ફ્રીઝમાં મૂકી દ્યો .એટલે આપણે મન પડે ત્યારે એને વાપરી શકીએ .

આજે આપણે એક સરસ મજાની ચટણી બનાવવાના છીએ .

સામગ્રી :

 • ૨ વાટકી સિંગદાણા
 •  ૧/૨ વાટકી દાળીયાની દાળ
 • ૧૨ લસણ ની કળી
 •  ૧૨ થી ૧૫ આખા લાલ મરચા
 •  ૧ નાની વાટકી જેટલા લીમડાના પાન
 • ૧ આંગળી જેટલી આમલી
 •  ૨ ટુકડા ટોપરું
 •  ૧ ચમચી ગોળ
 •  સ્વાદ અનુસાર મીઠું
 •  ૧ ચમચી તેલ

બનાવવાની રીત :

 1. સીંગદાણાને શેકીને અલગ રાખો
 2. દાળીયાની  દાળને શેકીને અલગ રાખો .
 3. એક કડાઈમાં તેલ મૂકી તેમાં લાલ મરચા ,લીમડો નાંખીને કડક થાય ત્યાં સુધી હલાવો .
 4. તેમાં સીંગદાણા, દાળીયાની દાળ ,લસણ, ટોપરું,આમલી  નાંખી હલાવો .IMG_7308.JPG
 5. ઠંડું થાય એટલે તેમાં ગોળ મિલાવી  તેને પીસી લ્યો .
 6. તેમાં મીઠું ઉમેરી મિલાવી એક એર ટાઈટ બોટલ માં ભરી લ્યો .Copy of IMG_7316.JPG

આ પીનટ ચટણી ઈડલી ,ડોસા,વડા,ઉતપમ સાથે સરસ લાગે છે.આ ચટણી વાપરતી વખતે તેમાં ઘી નાંખીને ઉપયોગ કરવો .

આ ઉપરાંત તે સાદા ભાત અને દહીં સાથે ખાવાની બહુ મજા આવે છે


Peanut Chutney

Chutneys are quintessential to Indian cuisine and we have such a wide variety of them. 🙂 On my recent visit to Bengaluru, I learnt this chutney and everyone at our home loves it. It accompanies rice so well that it can substitute a curry or dal. It’s a bit of time and effort to make but once prepared, it can be stored and relished for days.

Grab the following:

 • 2 cups peanuts (or groundnuts)
 •  1/2 cup roasted-chana dal
 • 12 garlic cloves
 •  12-15 whole red chilies (dry)
 •  1 small cup of curry leaves
 • 1-2 pieces of tamarind
 • 2 small pieces of coconut
 •  1 spoon jaggery
 •  1 spoon oil
 •  salt to taste

How to prepare:

 1. Roast the peanuts and keep them aside.
 2. Roast the dal and keep it aside.
 3. In a pan, heat oil at a low flame and add red chilies & curry leaves  and stir them until they become dry and slightly hard.
 4. Now add peanuts, dal, garlic cloves, coconut, tamarind and keep stirring until all the ingredients become completely dry, esp. tamarind.  IMG_7308.JPG
 5. Once the mix cools, add jaggery and then grind everything in a mixer.
 6. Lastly, add salt and store the chutney in an air tight container. Copy of IMG_7316.JPG

This chutney goes well with a wide range of dishes, Idli, Dosa, Vada, Uttapam ,plain rice.. When eating with rice, one can add a bit of hot ghee. 🙂

Chutney time!

ઓરીઓ બિસ્કીટનો મિલ્ક શેક

ગરમીનો પારો ઉપર ચડતો જાય પણ ઘરના લોકોને આ ગરમીમાં કેમ ઠંડા રાખવા એ આપણું મહત્વનું  કામ છે. આ માટે આપણે ઘણું બધું વિચારતા પણ હોય છીએ.

ક્યારેક ઘરમાં એક પણ ફળ ન હોય અને આપણે મિલ્ક શેક બનાવવો છે તો સુકા મેવાનો અથવા બિસ્કીટ નો પણ મિલ્કશેક બનાવી શકાય

આજે આપણે ઓરીઓ બિસ્કીટ નો મિલ્કશેક બનાવીએ .


સામગ્રી :

 • ૫ નંગ ઓરીઓ બિસ્કીટ
 • ૨ ગ્લાસ દૂધ
 • ૬ થી ૭ બરફના ટુકડા

બનાવવા ની રીત :

 1.  મીક્ષર ના જારમાં બિસ્કીટ ના પીસ કરીને નાંખો .તેમાં અડધો ગ્લાસ દૂધ નાખો .
 2.  હવે એક વખત મીક્ષર ચાલુ કરી તેને મિલાવી લ્યો
 3.  બાકીનું દૂધ ,બરફ નાંખી ફરી મીક્ષર ચલાવો .

લ્યો તૈયાર છે ઓરીઓ બિસ્કીટ શેક .કોઈને વધુ ઠંડું ગમતું હોય તો બરફના ટુકડા વધુ નાંખી શકાય .orio biscuit shake

આ મીલ્ક શેક બધાં લોકોને બહુ પસંદ પડશે .તો ચાલો ઠંડો ઠંડો મિલ્કશેક પીને ગરમીને થોડી વાર bye bye કરી દઈએ


Oreo Milkshake

A non-fruit cool drink on the list  this time. All we need is:

 • 2 glasses milk
 • 5 oreo biscuits
 • a few ice-cubes

Super simple to prepare.

 1. Crush the biscuits into small pieces and put them in a jar.
 2. Add half a glass of milk. Grind everything using a blender or a mixer.
 3. Once the biscuits are crushed and mixed smoothly, add the remainder of milk and blend them once more.

Serve chilled.

Enjoy! =)

કેરીનો આઈસ્ક્રીમ

ફળની બજારમાં અત્યારે જેનું રાજ છે તે કેરી છે. ઉનાળામાં આવે અને થોડા સમય માટે આવે એટલે છવાઈ  જાય .હાફૂસ , અને પછી કેસર આ…હા .. આ કેરીનો સ્વાદ ચાખ્યો હોય તો પૂછવાનું જ શું ? કાચી કેરી લઈને અમે ઘરે પકાવીએ .થોડી થોડી પાકતી જાય અને ખાતા જાય .બપોરે કેરીનો રસ રાત્રે તેનો આઈસ્ક્રીમ …….જલસા પડી જાય .

ચાલો આજે કેરીનો આઈસ્ક્રીમ બનાવીએ

સામગ્રી:

 • ૧ પાકી હાફૂસ કેરી
 • ૨ વાટકી મલાઈ
 •  ૨ ચમચા મિલ્ક પાઉડર
 •  ૧ કપ દૂધ
 •  ૨ ચમચા  ખાંડ

બનાવવાની રીત :

 •      એક પહોળા વાસણમાં મલાઈ, દૂધ, મિલ્ક પાઉડર, ખાંડ નાંખી બ્લેન્ડર ફેરવી દો .
 •      એક એલ્યુમીનીયમના વાસણમાં તેને  જામવા મુકો.
 •       ૪ કલાક પછી તેને બહાર કાઢી કેરીને ધોઈને નાના પીસ કરી તેમાં મિલાવી ફરી બ્લેન્ડર ફેરવી દો .
 •        હવે ફરીથી તેને જામવા મૂકી દો .
 •        ૩ થી  ૪ કલાકમાં તે એકદમ સરસ જામી જશે.

શું ……સરસ આઈસ્ક્રીમ જામી ગયો છે.     જોઈને જ મન  લોભાય છે.  ચાલો જલ્દી જલ્દી સર્વ કરીએ .

mango icecream

આ આઈસ્ક્રીમ બનાવવા માટે કોઈ કેમિકલ પાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી 


Mango Icecream

Everything in Summer circles around Mangoes. So many varieties of mangoes flung the fruit market, and we have mangoes in some form during every meal. The variety of mango local to our region is Kesar. We bring big boxes of raw mangoes and then ripen them at home. Lunches are usually accompanied with mango juice and in evenings we make mango milk-shake or sometimes ice-cream.

Let’s make some yummy icecream today!

Ingredients:

 • 1 large ripe mango (whichever is locally available.. Alphonso, Kesar..)
 • 2 cups fresh thick milk-cream
 •  1 cup milk
 • 2 serving spoons milk powder (optional)
 •  2 serving spoons sugar

Technique:

 •    In a broad deep vessel, take all the ingredients and blend them with a blender.
 •    In an aluminium vessel, put them in the freezer section of the refrigerator.
 •    After 4 hours of cooling, take it out and blend it again. This will remove any icey layer in the icecream and will make it very smooth and homogenous.
 •   Put it back for refrigeration.
 •   In another 3-4 hours, ice-cream would be ready to eat.

mango icecream

Enjoy! 

 

 

 

ફળો ના મિલ્કશેક

ઉનાળાના દિવસો આવ્યા, સ્કૂલમાં  પડ્યું વેકેશન . ઘરે રહેવાનું અને ધમાલ કરવાની .ઘરમાં હોઈએ એટલે મમ્મી પાસે કેટલી ફરમાઇશ  કરવાની  હોય . મમ્મી કેટલી બધી  ગરમી છે , કૈક ઠંડું પીવાનું મન છે. મમ્મી દરવખતે નવું નવું બનાવી સર્વ કરે. એટલે મજા મજા ……

આજે આપણે જુદા જુદા શેક બનાવવાના છીએ.

પહેલા ચીકુ શેક બનાવીએ.


સામગ્રી:

 •      ૩ પાકા ચીકુ
 •      ૧ ગ્લાસ દૂધ
 •       ૫ થી ૬ બરફના ટુકડા

બનાવાની રીત:

 •      ચીકુને ધોઈને સુધારી લો .
 •       મિક્ષર  જારમાં પહેલા ચીકુ નાંખી થોડું દૂધ નાંખી એક વાર મિલાવી લો.
 •       હવે બાકીનું દૂધ અને બરફના ટુકડા ઉમેરી મિલાવી લો .

chiku shakeતમે ઈચ્છો તો ઉપર કાજુના ટુકડા નાંખી ને પણ સર્વ કરી શકાય.

ચીકુ સ્ટ્રોબેરી શેક 

 

સ્ટ્રોબેરીને ધોઈને સુધારી લો .ચીકુ શેક ઉપર બતાવ્યા પ્રમાણે બનાવી લો. ગ્લાસમાં શેક નાંખ્યા પછી સ્ટ્રોબેરીના પીસ નાંખી સર્વ કરો…chiku-strowberry shake.JPG

અહા !!!!!!!!!   શું મસ્ત સ્વાદ લાગે છે.વાહ વાહ …..


સ્ટ્રોબેરી અને કેળાનો શેક

stroberry

સામગ્રી:

 • પાંચ – છ  સ્ટ્રોબેરી
 • ૧ કેળું (પાકુ )
 • ૨ ગ્લાસ દૂધ
 • ૮ બરફના ટુકડા

બનાવવાની રીત:

 • સ્ટ્રોબેરીને ધોઈને સુધારી લો અને તેને મિક્ષર્ ના જારમાં નાંખી અડધો ગ્લાસ  દૂધ નાંખી ફેરવી લો .
 • ફરી અડધો ગ્લાસ દૂધ નાંખી ૪ બરફના પીસ નાંખી શેક તૈયાર કરી એક બાઉલ મા કાઢી લો.
 • કેળાના  નાના પીસ કરી જાર મા નાંખી થોડું દૂધ નાંખી ફેરવી લો.
 • હવે બાકીનું દૂધ અને બરફ નાંખી મિક્ષર્ ફેરવી લો.
 • હવે પહેલા કેળાનો શેક ગ્લાસમાં અડધે સુધી ભરો અને ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરી શેક રેડો .

અરે …..જોવામાં જ મન લોભાવે છે …ચાલો જલ્દી પી લઈએ .આતો કુદરતી તાકાત ધરાવતું પીણું છે .

આ દરેક શેક બનાવતી વખતે ખાંડ કે ખાંડની ચાસણીનો ઉપયોગ નથી કર્યો. કુદરતી સ્વાદ સાથે જ એને પીવાની મજા લઈએ .

mango-strowberry shake


Summer Fruits Milk Shakes

Adding to our list of cooling summer drinks, we will be diving into some milky fruity goodness today.

Chikoo (Sapodilla) Milk Shake 

If you happen to live in places where you find this fruit, you should definitely try it out. It is very smooth and very sweet. It also blends very easily with milk.

Ingredients:

 •     3 ripe chikoos
 •     1 glass milk
 •      5-6 ice cubes

Method :

 •     Wash the fruit, peel them off and then chop them into small pieces.
 •      Add all the chikkoo pieces to a blender and just a small quantity of the milk (if you add all the milk, the pieces would keep floating around the milk and would be hard to blend, so keep them close). Blend the fruit completely and then add the rest of the milk.
 •   Add ice cubes and serve.

chiku shakeTip : Cashew nut pieces also go well with this so can be added

Variant : Chikoo Strawberry Shake. Add a few pieces of strawberry to chikoo milk shake and try the new flavor. =)

chiku-strowberry shake.JPG

 


Strawberry Banana Milk Shake 

stroberry

Grab the following:

 • 5-6 ripe strawberries
 • 1 ripe banana
 • 2 glasses milk
 • a few ice cubes

Steps:

 • Add half a glass of milk and all the strawberry pieces in a blender and blend it well. Set it aside.
 • Do the same for banana.
 • We layered the two flavors up and down. We first added Banana shake until half the length of the glass and the rest of it with Strawberry. You can put them as you like.

mango-strowberry shake

Tip : If you would like any of these to be slightly more sweet, then we suggest adding honey over white sugar, although when the fruits are ripe enough, you would usually not need to add extra sweetening.

=)

(pics clicked by younger Ninja of the family)