મકાઈ જીંજરા નું શાક

IMG_3615મકરસંક્રાંતના તહેવારના દિવસમાં અમારે ત્યાં શેરડી, બોર, જીંજરા  ચારેબાજુ જોવા મળે… જોવા મળે એટલે લોકો પ્રેમથી ખાય પણ ખરા.  અગાશી પર પતંગ ચગાવાની અને શેરડી,નાના-મોટા બોર આવે તે ખાવાના અને  જીંજરા તો એટલા મીઠા હોય કે ખાતા ક્યારેય થાકીએ નહી .

જીંજરા ને કાચા ખાઈએ, શેકીને ખાઈએ, તેના ચણા કાઢીને તેનું શાક પણ બનાવીએ.  આજે તો આપણે મકાઈ,જીંજરા ,અને વડીનું શાક બનાવવાના છીએ. આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે કે એકલું પણ ખાય શકાય. ચાલો એની વાત નહી કરીએ પણ બનાવવાનું જ શરુ કરીએ

સામગ્રી ;

  •  એક મકાઈ ( અમેરીકાન મકાઈ )
  •  એક વાટકી લીલા ચણા (ફોલેલા  જીંજરા )
  •   મેથી
  •   ૩ નંગ ટમેટા
  •   ૧ ચમચો ચણાનો લોટ
  •   ૧ ચમચો ઘઉંનો લોટ
  •   ૨ ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ
  •   તેલ
  •    ધાણાજીરું
  •    હળદર
  •    લાલ મરચું
  •   ૨ નંગ લાલ સુકા મરચા
  •   રાઇ
  •   જીરું
  •   હિંગ
  •   ૧/૨ ચમચી સાજીના ફૂલ
  •   મીઠું
  •   ગોળ

 


સામગ્રીની વસ્તુઓ એકઠી થઇ ગઈ તો મનગમતું શાક બનાવવા માંડીએ……………..

  1. પહેલા મેથીને ધોઈને સુધારી લઈએ .
  2.  હવે આ મેથીમાં ઘઉંનો લોટ,ચણાનો લોટ, ૧ ચમચી આદું મરચા અને લસણની પેસ્ટ ,અડધી ચમચી હળદર ,એક ચમચી ધાણાજીરું ,એક ચમચી લાલ મરચું ,સ્વાદ અનુસાર મીઠું ,૧ ચમચી તેલ ,સાજીના ફૂલ નાંખી થોડું પાણી ઉમેરી વાળી ને તળી લ્યો.IMG_20160131_123044137
  3. અમેરીકન મકાઈને  કુકરમાં બાફી લ્યો . ઠંડી થાય એટલે તેના દાણા કાઢી લ્યોIMG_20160131_123430155
  4. એક કુકરમા ૩ ચમચી તેલ મૂકી તેમાં રાઇ, જીરું અને સુકા લાલ મરચા મૂકી ગરમ થવા દો.
  5. ગરમ તેલ મા હિંગ નાંખી પહેલા જીંજરા નાંખો .હવે તેમાં હળદર,ધાણાજીરું ,લાલમરચું, મીઠું ,આદુ મરચા અને લસણની પેસ્ટ નાંખી હલાવો .IMG_20160131_123145437
  6. થોડીવારમાં તેમાં સુધારેલા ટમેટા નાંખો .
  7.  બે  વ્હીસલ વાગે એટલે ગેસ બંધ કરી દો .
  8.  કુકર ખુલે એટલે તેમાં મકાઈના દાણા અને વડી ઉમેરી થોડી વાર ગેસ પર મુકો .
  9.  ગળ્યો સ્વાદ ગમતો હોય તો ગોળ નાંખી શકાય .final .10.2.16

આ શાક રોટલી, રોટલા ,પરોઠા ,પૂરી સાથે ખાય શકાય છે . શિયાળા માં શરીરને પોષણ મળે તેવું ખાઈને દવા થી દુર રહી શકાય છે .રોજિંદુ ભોજન આપણને પોષણ અને સ્વાસ્થ્ય આપે એવું હોય તો ડોકટર પાસે ન જવું પડે .


Sweet corn, green chickpeas curry

IMG_3615Makarsankranti is the time of the year when there is abundance of sugarcane, green chickpeas (jinjra), berries (bor).. We enjoy munching all these while flying kites on the terraces during the festival.

Green chickpeas can be eaten raw, can be roasted and can also be cooked as curry. It is a very popular curry in Winters. Today, we cook a combination of green chickpeas, sweetcorn and vada.

Kitchen needs the following today:

  •  1 sweet corn
  •  1 cup green chickpeas (jinjra)
  • a bunch of fresh green Fenugreek leaves
  • about 3 tomatoes
  •  1 big spoon of gram flour
  •  1 big spoon of wheat flour
  •  2 spoons ginger-green chili-garlic paste
  •  Spices :  Turmeric, red chili powder, cumin-coriander powder, dried red chilies, brown mustard seeds, cumin seeds, a pinch of hing
  • 1/2 spoon soda bicarb
  •  jaggery
  •  salt
  • oil

Algorithm, as follows :

  1. Wash the fenugreek leaves and chop them finely.
  2. To the fenugreek, add the wheat flour, gram flour, 1 spoon green chili-ginger-garlic paste, 1/s spoon turmeric, 1 spoon coriander-cumin powder, 1 spoon red chili powder, salt, 1 spoon oil, soda bicarb plus some water. Mix everything well and then roll small spheres from that and fry them. IMG_20160131_123044137
  3. Boil the sweet corn (in a pressure cooker or other relevant vessel) Once cooled, get the individual corn out. IMG_20160131_123430155
  4. In a pressure cooker, first put about 3 spoons of oil and then heat the cooker. Once the oil is hot, add mustard, cumin seeds, and dry red chilies and let them heat.
  5. Now in hot oil, add a pinch of hing (asafoetida) and then add green chickpeas. Now we spice them up as well, so please put add turmeric, coriander-cumin powder, red chili powder, salt, garlic-ginger-green chilies paste and mix. IMG_20160131_123145437
  6. After a while, add chopped tomatoes. Close the lid on the cooker and let it cook until it whistles twice.
  7.  Once the cooker has cooled a bit and can be opened, add corn and vada that we prepared earlier and let everything heat up a bit and mix well. If you like slightly sweet taste, a bit of jaggery can be added.final .10.2.16

This curry can be eaten with roti, paratha, rotla, puri and also standalone B-).

A quintessential winter delicacy, though requires quite a bit of ingredients and sometime, but it is super healthy and equally tasty, so time is well invested. Enjoy!

1 thoughts on “મકાઈ જીંજરા નું શાક

Leave a comment