અરે…………SORRY આપણે ઘણા સમયે મળી રહ્યા છીએ એટલે માફી માંગું છું .
પણ આજે હું તમારી સાથે એક સરસ વાત વહેચવાની છું ..છેલ્લા ૧૧ મહિના થી વધારે સમયથી આપણે બહુ અઘરો સમય પસાર કર્યો પણ એ સમયે આપણને ઘણું શીખવાડ્યું .એમાંની એક વાત તમને આજે કહું છુ.
આજે આપણે ખાટા ફળોની છાલમાંથી બાયો એન્ઝાઇમ બનાવવાની રીત શીખીશું .પણ પહેલા એની ઉપયોગીતા વિષે જાણશું તો વધારે આનંદથી શીખીશું.
આ લીક્વડથી TILES CLEANING થાય છે, BATHROOM અને TOILET CLEAN કરવા વાપરી શકાય છે, કપડા અને વાસણની સફાઈ કરી શકાય છે. ઘરમાં વાવેલા છોડને પણ આ છાંટવાથી બહુ સારો વિકાસ થાય છે. અને સૌથી મોટી વાત એ છે કે આ વાપરવાથી આપણે પર્યાવરણનું ધ્યાન રાખીએ છીએ.
તો હવે આજે જ શરુ કરી દ્યો:
સામગ્રી :
- ખાટા ફળો જેમ કે સંતરા ,મોસંબી , લીંબુ ની છાલ
- દેશી ગોળ અથવા ઘરમાં પડેલો જુનો ગોળ
- ઢાકણાવાળી પ્લાસ્ટીકની બોટલ ,અથવા બરણી
- પાણી
બનાવવાની રીત:
- ઘરમાં રોજ વપરાતા ખાટા ફળોની છાલના નાના ટુકડા કરો .
- એક બરણીમાં આ છાલને નાંખો .
- ગોળ અને છાલનું પ્રમાણ ૧:૩ નું રાખવાનું છે, એટલે ૩ ભાગ છાલ હોય તો ૧ ભાગ ગોળ નાંખો અને આ બન્ને એકદમ ડૂબી જાય એટલું પાણી નાંખી ઢાંકણ બંધ કરી દ્યો
- બીજે દિવસે એનું ઢાંકણ ખોલતા જ ગેસ બહાર નીકળશે. ફરી જયારે છિલકા ઉમેરો તો ઉપર કર્યું એ પ્રમાણે છાલના નાના ટુકડા કરી ગોળ ઉમેરી બંધ કરી દ્યો.
- બોટલ કે બરણીને ૩/૪ સુધી જ ભરવી.કારણ એમાં ગેસ ઉત્પન્ન થાય ત્યારે આખી ભરાઈ જાય.
- એક બોટલ ભરાઈ જાય એટલે તેમાં તારીખ લખીને સ્ટીકર મારી દ્યો .
- એક મહિના સુધી આ બરણીનું ઢાકણ રોજ ખોલી ગેસ નીકળી જવા દેવો .
- ત્યાર બાદ બે મહિના રહેવા દેવું. આમ ત્રણ મહિના માં એન્ઝાયમ તૈયાર થઇ જાય.
ત્યારબાદ તેને ચારણી મુકી ગાળી લેવું અને ઘરમાં પડેલી કોઈ પણ બોટલ કે બરણીમાં ભરી લ્યો . ગાળ્યા પછી વધેલા કૂચાને કોમ્પોસ્ટ ડ્રમમાં નાંખી દ્યો .કોમ્પોસ્ટની વાત આવતા દિવસોમાં કરીશું.
તમે જોઈ શકો છે કે મે ૨૦ લીટરની મોટી કલરની ડોલમાં બનાવ્યું છે પણ તમે શરૂઆત કરો છો તો બોટલ કે બરણીમાં બનાવી શકાય .અને તમે તમારી બરણીમાં ફૂગ જુઓ તો ગભરાશો નહી એ નોર્મલ છે .સમય જતા એ એકદમ બરાબર થઇ જશે.
આ વિશે કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો .




અને પછી રોજ કુદરતી અને કિફાયતી લીક્વીડ વાપરી પર્યાવરણ ની જાળવણીમાં આપણું યોગદાન આપ્યા નો આનંદ લેવો
હમણા તો લોક ડાઉનને કારણે ઘરે રહેવાનું અને આનંદ કરવાનો…પણ ઘરે હોય એટલે ખાવા પીવાની ઈચ્છા બહુ થાય..આપણે આપણા પરિવારનાં સભ્યોનું સ્વાસ્થ્ય નું ધ્યાન રાખતા રાખતા બધાને ખુશ કરવાના છે . એટલે આ સમયે આપણી બરાબરની કસોટી છે.














